Gayatri Chauhan, Porbandar : પોરબંદરમાં સમયગૃપની સેવા સરાહનીય છે.પરમહંશો, પશુ-પંખીઓ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે. ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ધી અને ગોળવાળા રવિવારે 1313 જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા. પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુપંખીઓ માટે અનેકવિધસેવાકાર્યો કરવામાં આવે છે.
છ કલાકમા 1313 રોટલા બનવામા આવ્યા
પોરબંદરમા સમય ગૃપ દ્રારા શ્વાન માટે રોટલા બનાવામા આવ્યા હતા આ રોટલા સાત જેટલા બહેનોએ છ કલાકમા 1313 રોટલા બનાવ્યા હતા અને સ્વયંમ સેવકોએ તેમા ઘી અને ગોળ ચોપડી અને તૈયાર કર્યા હતા.
રાત્રીના સમયે સેવા કાર્યની જયોત ઝળહળી પોરબંદરના સમય ગૃપ દ્રારા દિવસ દરમિયાન રોટલા બનાવામા આવે છે. રાત્રીના સમય ગૃપના સમય સભ્યો દ્રારા શહેરના અલગ-અલગ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયને ખવડાવામા આવે છે. બાળકો અને પરહંસો માટે પણ સેવાકાર્યો પોરબંદર સમય ગૃપ સેવાકાર્યો માટે જાણીતુ છે. શ્વાન અને ગાયો ઉપરાંત જરૂરીયાતમંદ બાળકો અને પરહંસો માટે પણ આ સંસ્થા સતત સેવાકાર્યો કરે છે. તેમના આ કાર્યોને શહેરીજનો બિરાદવી રહ્યા છે.