Home /News /porbandar /Porbandar : સુદામાપુરીથી દ્વારકાનગરી સુધી સેવા યજ્ઞ, શ્રીફળમાં ભોજન ભરી કીડીઓને પહોચાડ્યું
Porbandar : સુદામાપુરીથી દ્વારકાનગરી સુધી સેવા યજ્ઞ, શ્રીફળમાં ભોજન ભરી કીડીઓને પહોચાડ્યું
પોરબંદરમાં સમય ગૃપ દ્વારા કીડી માટેનો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. શ્રીફળમાં ખાંડ, ચોખાનો લોટ સહિતની નવ વસ્તુ ભરી અને કીડી માટેનુ ભોજન તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર કરેલા શ્રીફળ ઝાડી, ઝાંખરા અને જંગલ વિસ્તારમાં પધારવામાં આવે છે.
પોરબંદરમાં સમય ગૃપ દ્વારા કીડી માટેનો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. શ્રીફળમાં ખાંડ, ચોખાનો લોટ સહિતની નવ વસ્તુ ભરી અને કીડી માટેનુ ભોજન તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર કરેલા શ્રીફળ ઝાડી, ઝાંખરા અને જંગલ વિસ્તારમાં પધારવામાં આવે છે.
Gayatri Chauhan, Porbandar : પોરબંદરના સેવાભાવી સમય ગૃપના સભ્યો દ્વારકા ખાતે પહોંચ્યા હતા.પોરબંદર-દ્રારકા નેશનલ હાઈવે ઉપર પોરબંદરથી તૈયાર કરાયેલા 68 નાળિયર રસ્તામા પધરાવામા આવ્યા હતા. તેમજ દ્રારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કીડી માટે સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પવિત્ર ગોમતી ધાટના કિનારે 25 જેટલા શ્રીફળમાં ચોખાનો લોટ અને ખાંડ સહિતની વસ્તુઓ ભરી અને કીડી માટેનુ ભોજન તૈયાર કર્યુ હતુ. ત્યારબાદ દ્વારકાના આસપાસના વિસ્તારોમાં ઝાડી – ઝાંખરા અને વૃક્ષ નીચે આ નાળિયેર મુકવામાં આવ્યા હતા અને કીડી માટેનુ આ ભોજન તૈયાર કરવામાં આવ્યુ હતુ. સમય ગૃપના સેવાભાવીઓએ શ્રીકૃષ્ણના પરમ સખા સુદામા નગરીની સેવાની સોડમમહેકાવી હતી. દ્વારકા વાસીઓએ પણ આ સેવા કાર્યને બીરદાવ્યુ હતુ.
કીડીઓ માટે નવ વસ્તુનું ભોજન બનાવ્યું શ્રીફળની અંદર ઘઉં અને ચોખાનો લોટ,ખાંડનો પાઉડર, તેલ, રવો, ગંગાજળ, તલ, બિસ્કીટનો ભુકકો અને તુલસીપાન સહિતની નવ વસ્તુ નાંખી અને તૈયાર કરાવામા આવે છે.
કીડીની સાથે પરમહંસોની સેવા પોરબંદર સમય ગૃપ દ્રારા કીટીના ભોજનની સાથે પરમહંસોની પણ સેવા કરવામાં આવી છે. સમય ગૃપ કીડાના કણ માટે દ્વારકા જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તા ત્રણ પરહંસો જોવા મળતા હતાં. પરહંસોને સ્નાન કરાવી, બાલદાઢી કરાવી અને તેમને નવા કપડા પહેરાવ્યા હતા અને ભોજન કરવી, દક્ષિણા પણ આપી હતી.
વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોની સેવા પોરબંદરમા સમય ગૃપ દ્રારા અનેકવિધ સેવાકાર્યો કરવામા આવે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમા જરૂરીયામંદ બાળકોને ભોજન ઉપરાંત દર્દીઓને મગના પાણીનુ વિતરણ, પરમહંસોની સેવા ઉપરાંત કીડી માટે સેવા કરતા યુવાનો અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે.