Gayatri Chauhan, Porbandar : ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્તર પૂર્વના રાજકુમારી શ્રી રૂક્ષ્મણી સાથે થયા હતા. માધવપુરમાં આ લગ્ન પ્રસંગ દર વર્ષે યોજવામાં આવે છે અને જેથી ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનું જોડાણ પણ આ મેળાની ઓળખ બન્યું છે. ત્રીજી વખત માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થવા જઈ રહ્યો છે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક રમતગમત વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ પર વિવિધ કાર્યક્રમો માધવપુર ઘેડના મેળા ગ્રાઉન્ડમાં તા. 30 માર્ચથી તા.3 એપ્રિલ સુધી યોજાશે. પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને માધુપુર ઘેડના મેળાની તૈયારી કરી રહેલા વિવિધ વિભાગો કચેરીઓના સ્થાનિક અધિકારીઓની સમિતિ અને તેના સભ્યોની બેઠકમાં ભાવિકોને વિવિધ સુવિધાઓ મળી રહે અને વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. પીવાનું પાણી તેમજ યાત્રિકો માટે પરિવહન, બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ સાથે પાર્કિંગ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મેળામા અતિથિ દેવો ભવ દર્શન ઉત્તર પૂર્વના કલાકારો અને આગેવાનોનું -મહાનુભાવનું સ્વાગત ઉપરાંત માધવપુર ઘેડમાં બહારથી આવનાર કલાકારો માટે વિવિધ વ્યવસ્થાઓ તેમજ કારીગરો, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, માધવપુર બીચ ઉપર દરિયાઈ રમતો અને રેતી શિલ્પ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ પ્રસંગોની પ્રસ્તુતિ ભાવમય રીતે થાય તે માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર પૂર્વના આઠ રાજ્યોના કલાકારો સાંસ્કૃતિ રજૂ કરશે પાંચ દિવસિય રાષ્ટ્રિય કક્ષાના લોકમેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારો પોતાની સંસ્કૃતિને સ્ટેજ પરથી ઉજાગર કરશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના 16 જેટલા ગ્રુપ માધવપુરના આંગણે આવીને ઉતર પૂર્વના રાજ્યોના પ્રાદેશિક કલાને ઉજાગર કરશે. માધવરાય મંદિર દ્રારા લગ્નોત્સવની તૈયારી સરકાર દ્રારા રાષ્ટ્રીય કક્ષાના મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. માધવરાય મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના લગ્ન ઉત્વની તૈયારી શરૂ કરવામા આવી છે. રામનવમીના દિવસે નીજી મંદિર ખાતે થી ત્રણ દિવસ સુધી રાત્રીના સમયે ભગવાનની વર્ણાગી નિકળશે. ત્યાર બાદ 13 દિવસે ભગવાનના લગ્ન થશે આ રીતે મંદિર દ્રારા પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવની તૈયારી શરૂ કરવામા આવી રહી છે.