Home /News /porbandar /Video: પોરબંદરમાં દીપડો ઘૂસ્યો, ટોળાએ પથ્થર મારો કર્યો

Video: પોરબંદરમાં દીપડો ઘૂસ્યો, ટોળાએ પથ્થર મારો કર્યો

ગામમાં ઘૂસેલા દીપડાની તસવીર

પોરબંદરના માધવપુરાના ચામુંડા ટીમ્બા સીમ વિસ્તારોમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાને લઇને લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રતિષ શીલુ, પોરબંદરઃ માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘૂસવાના કિસ્સાઓ અનેક વખત જોયા છે. ત્યારે જંગલી પ્રાણીઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં બન્યો છે જ્યાં દીપડો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યો હતો. જોકે, વન વિભાગની સામે જ લોકોએ દીપડા ઉપર પથ્થર મારો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પોરબંદરના માધવપુરાના ચામુંડા ટીમ્બા સીમ વિસ્તારોમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાને લઇને લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ દીપડાની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ પહોંચી ગઇ હતી. અને દીપડાને પકડવાની કાર્યવાહી હાથધરી હતી.

જોકે, દીપડાના ભયના કારણે ફફડાટ ફેલાતા લોકોએ વનવિભાગની ટીમ અને પોલીસની હાજરીમાં દીપડા ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક લોકો પૈકી એક વ્યક્તિએ દીપડાને પકડવાની કામગીરીને કેમેરામાં કેદ કરી હતી. વન વિભાગ અને પોલીસ દ્વારા દીપડાને પકડાવની કામગીરી કરવામાં આવી રહી હતી.
First published:

Tags: Crowd, Forest Department, Leopard, Porbandar, Saurashtra, ગુજરાત