પોરબંદર કુતિયાણાના માંડવા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતદેહને પી.એમ અર્થે રાણાવાવ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે કુતિયાણાના માંડવા પાસે કાર પસાર થઈ રહી હતી તે સમયે કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું. અચાનક ટાયર ફાટતા પૂર ઝડપે જઈ રહેલ કાર રસ્તાની સાઇડમાં ઉતરી ગઈ હતી. જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓનમાં ચિંતાજનક વધારો થયો છે.