Home /News /porbandar /લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો : તાલાળાના MLA ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો : તાલાળાના MLA ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા

ભાગવાન બારડની ફાઇલ તસવીર

આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ગયા હતા.

ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસને વિવિધ કારણોસર બે બેઠકનો ફટકો પડ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ માટે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ખનીજ ચોરના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા તો બાબુ બોખિરિયાને કેમ નહી? : કોંગ્રેસ

પોતાના પક્ષના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? બાબુ બોખિરિયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં કોર્ટે આ સજા ફટકારી હતી.

બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા

તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

આ અંગોને કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા તાલાળા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
First published:

Tags: Bhagvan Barad, Lok sabha election 2019, Rajendra Trivedi, Talala, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ

विज्ञापन