Home /News /porbandar /પોરબંદર: સાત વર્ષ બાદ ઘેડપંથકના ગામોમાં મેઘાની થઈ આવી તોફાની બેટિંગ

પોરબંદર: સાત વર્ષ બાદ ઘેડપંથકના ગામોમાં મેઘાની થઈ આવી તોફાની બેટિંગ

પોરબંદર જિલ્લાના ઘેડપંથકના ગામોમાં જે રીતે મેઘાએ તુફાની બેટિંગ કરી છે તેના કારણે અને ઉપરવાસમાંથી આવેલ પાણીને કારણે જ્યા નજર કરો ત્યા પાણી પાણી જોવા મળી રહ્યા છે. માધવપુર-પાતા સહિતના ગામોમા મંધુવતી નદીના જે પાણી ખેતરો અને વાડી વિસ્તારમાં બે-ત્રણ દિવસથી પાણી ભર્યા હતા. જો કે, હાલમાં વરસાદે વિરામ લેતા મધુવંતી નદીનુ પાણી દરિયામાં ખડખડાટ વહેતુ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને જાણવા ન્યુઝ 18 ગુજરાતીની ટીમ ત્યા પહોંચી હતી.

પોરબંદરના ઘેડપંથકનો જે રીતે ભૌગોલિક આકાર છે તેને લઈને આમ તો દર વર્ષે ચોમાસામાં અહી પાણી ભરાઈ છે, પરંતુ આ વખતે જે રીતે ભારે વરસાદ થયો છે તેના કારણે છથી સાત વર્ષ બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘેડના કડછ, મંડેર તેમજ બગસરા સહિતના ગામોને જોડતો મુખ્ય માર્ગ જાણે કે, નદી બન્યો હોય તેમ પાણી ભરાયા છે રસ્તો ક્યાય શોધ્યો નથી જડી રહ્યો.

ઉલ્લેખનીય છે કે, ઘેડપંથકમા ઉપરવાસના પાણી અને ઘણા વર્ષો પછી જે રીત અનરાધાર મેઘમહેર થઈ છે તેના કારણે માધવપુરનો ભાતીગળ મેળો જ્યાં ભરાઈ છે તે મેળા ગ્રાઉન્ડ અને તેને અડીને આવેલ દૂકાનોમા પાણી ભરાયા છે. મેળાનુ ગ્રાઉન્ડ જાણે કે, નદી બની ગયુ હોય તેવો આભાસ થાય છે. અહીના ગ્રામજનોએ એવુ જણાવ્યું હતુ કે, ઘણા લાંબા સમય બાદ આ રીતે ભારે મેઘમહેર થઈ છે.
First published:

Tags: Porbandar, Rainfall

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો