Home /News /porbandar /પોરબંદર: ફોઈ-ભત્રીજાએ 17 દિવસ મહેનત કરી બનાવ્યો રેકોર્ડ, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન

પોરબંદર: ફોઈ-ભત્રીજાએ 17 દિવસ મહેનત કરી બનાવ્યો રેકોર્ડ, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન

એક યુવક અને તેમના ફોઇએ સાથે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે

Guinness Book record: પોરબંદરમાં રહેતા એક યુવક અને તેમના ફોઇએ સાથે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે

    પ્રતિશ શીલુ, પોરબંદર: શહેરમાં રહેતા એક યુવક અને તેમના ફોઇએ સાથે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મહેનત અને લગન સાથે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યુવક અને ફોઇએ મળીને એક દુનિયાની સૌથી મોટી ચોકલેટ બારનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

    પોરબંદરના કિશન હિંડોચા અને તેના ફોઈ મૃદુલા હિંડોચાએ ચોકલેટ બારનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અમદાવાદથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર કિશન હિંડોચા અને તેના ફોઈ મૃદુલા હિંડોચા છેલ્લા ધણા વર્ષોથી અવનવા કેક બનાવે છે, આ સાથે જે તેમણે ચોકલેટ બારનો રેકોર્ડનો બ્રેક કરવાનું નક્કી કર્યું હતું.

    આ માટે તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનો સંપર્ક કરતા તેમણે 2 હજારથી વધુ ચોકલેટ બારની લાંબી લાઈન બનાવવાથી આ રેકોર્ડ તેમના નામે થઈ શકશે તેવું જણાવ્યું હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા રાખવામાં આવેલી શરતો અને સૂચનોને અનુસરીને આ બંન્ને ફોઈ ભત્રિજાએ અંદાજે 15થી 17 દિવસ સુધી ચોકલેટ બનાવી જેમાં 110 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા, રણ દરિયામાં ફેરવાયું; અનેક માર્ગ ધોવાયા

    આખરે 2 એપ્રિલે 2308 ચોકલેટ બાર કે જેની લંબાઈ 288 મીટર જેટલી થઈ હતી, તેની સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ નિયમ મુજબ વિડીયોગ્રાફી ઓનલાઈન અપલોડ કરવામાં આવી હતી. જેની સંપૂર્ણ ચકાસણી બાદ હાલમાં જ સૌથી લાંબી ચોકલેટ બારનો રેકોર્ડ તેમના નામે થયો છે.

    દુનિયાના સૌથી મોટી ચોકલેટ બારનો રેકોર્ડ બદલ મૃદુલા હિંડોચા તેમજ તેઓના ભત્રીજા કિશન હિંડોચાએ ખુશી વ્યક્ત કરી હતી. મૃદુલા હિંડોચાએ જણાવ્યું હતું કે, આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે પરંતુ મહેનતનું ફળ મળ્યું હોય તેમ દુનિયાની સૌથી મોટી ચોકલેટ બારનો રેકોર્ડ તેમના નામે થતા અને તેની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં થઈ છે, તે વાતની ખુશી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Porbandar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन