Home /News /porbandar /બે દિવસ પહેલા તણાઇ હતી કાર, પોરબંદરનાં ક્લાસીસનાં સંચાલકનો મૃતદેહ મળ્યો

બે દિવસ પહેલા તણાઇ હતી કાર, પોરબંદરનાં ક્લાસીસનાં સંચાલકનો મૃતદેહ મળ્યો

પોરબંદરનાં શિવમ કલાસીસનાં સંચાલક વિરેન મજીઠીયાની કાર અને ફાઇલ તસવીર

આ કાર 29 સપ્ટેમ્બરની રાતે તણાઇ હતી ત્યારે ગઇકાલે સવારે કાર પાણીનાં પ્રવાહમાંથી મળી આવી હતી.

પ્રતિશ શીલુ, પોરબંદર : પોરબંદરનાં (Porbandar) સોઢાણા ગામ નજીક ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ હતી. જેમાં પોરબંદરનાં શિવમ કલાસીસનાં સંચાલક વિરેન મજીઠીયા તથા તેમના માતાપિતા જઇ રહ્યાં હતા. આ કાર 29 સપ્ટેમ્બરની રાતે તણાઇ હતી ત્યારે ગઇકાલે સવારે કાર પાણીનાં પ્રવાહમાંથી મળી આવી હતી. કેટલાય કલાકોથી આ ત્રણેયની શોધખોળ ચાલુ હતી જેમાં આજે વિરેન મજીઠીયાનો મૃતદેહ મળ્યો છે. જ્યારે હજી પણ માતાપિતાને એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ શોધી રહી છે.

હજી માતા પિતાની ભાળ નથી મળી

વર્તૃ -2 ડેમનાં 17 દરવાજા ખોલાવાને કારણે આ દૂર્ઘટના બનવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે પોરબંદરના એમ.જી. રોડ ઉપર શિવમ ક્લાસીસ નામનો ટયુશન ક્લાસીસ ચલાવતા લોહાણા યુવાન વિરેન મજીઠીયા અને તેના માતા-પિતા ગતરાત્રીના જામનગર તરફથી પોરબંદર આવી રહ્યા હતા. ત્યારે સોઢાણા નજીક કુંજવેલ તરીકે ઓળખાતા મુખ્ય રસ્તા ઉપર બેથી અઢી ફુટ પાણી વચ્ચે તેમની કાર તણાવા લાગી હતી. જોતજોતામાં આ કાર પાણીમાં ગરક થઈ ગઈ હતી.

પોરબંદમાં કાર તણાઇ


આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાના તમામ ડેમો ઑવરફ્લો, ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

કારની નંબર પ્લેટ સવારે મળી હતી તેના ઉપરથી તપાસ કરવામાં આવતા આ કાર વિરેન મજીઠીયાની જ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ માતા પિતાની હજી કોઇ ભાળ મળી નથી રહી. તેમના પરિવારનાં લોકો પણ અહીં આવી ગયા છે.
First published:

Tags: Porbandar, ગુજરાત, ચોમાસુ