Home /News /porbandar /પોરબંદર: ઓડદર ગામે બે જૂથ વચ્ચે ખેલાયું લોહિયાળ ધિંગાણું, એકનું મોત

પોરબંદર: ઓડદર ગામે બે જૂથ વચ્ચે ખેલાયું લોહિયાળ ધિંગાણું, એકનું મોત

ઓડદર ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઓડદર ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કચ્છના છાસરા ગામે ખેલાયેલ લોહિયાળ ખેલની ઘટના હજુ સમી પણ નથી ત્યા આવો જ એક અન્ય બનાવ સામે આવ્યો છે. પોરબંદરના ઓડદર ગામે બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત થતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારાવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પોરબંદરના ઓડદર ગામે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને બે પરિવાર વચ્ચે જીવલેણ હથિયારોથી લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં ઓડદર ગામના એક વ્યક્તિનું મોત થયુ હતુ જ્યારે આઠ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી જેને સારાવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બે જૂથ વચ્ચે બોલાચાલી થતા આ ઝઘડો વધુ ઉગ્ર બની ગયો હતો અને બન્ને પરિવાર સામસામે આવી ગયા હતા જેને લઇ મામલો વધુ ગંભીર બની ગયો અને જેમા એકનું મોત થઇ ગયુ હતુ.



ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કચ્છના મુંદ્રાના છાસરા ગામે પણ જૂથ અથડામણની ઘટના બની હતી. લોહિયાળ ધિંગાણામાં ચાર પિતરાઇ ભાઇ અને દાદા, પૌત્ર સહિત છ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ અંગે મહિલા સરપંચ સહિત 19 સામે ગુનો નોંધાયો છે. જેમા પોલીસે હાલ કુલ 7 લોકોની ધરપકડ કરી છે. પોલીસે બંને જૂથના લોકોની ધરપકડ કરી છે. બે જૂથ બાખડતા 6 લોકોના મોત થયા હતા. હાલ આ મોત મામલે પોલીસે કુલ 19 સામે ગુનો દાખલ કર્યો છે. હજુ બાકી લોકોની શોધખોળ શરૂ કરી છે.
First published:

Tags: Porbandar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો