પોરબંદરમાં ડુક્કરનાં કોન્ટ્રાકટને લઇ આધેડ ઉપર ફાયરીંગ થયા હતાં. આ ઘટનામાં પોલીસને ભોગ બનરાનાં ભાઇની અટક કરી છે. સગાભાઇએ જ ફયરીંગ કર્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીનો પુત્ર ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. તેમજ આરોપી પાસેથી હથિયાર અને નવ જીવતા કારતુસ કબજે કર્યાં છે.
Pratish Shilu, Porbandar: પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવલે વાછરા ડાડાના મંદિર નજીક રહેણાક વિસ્તારમાં ગત 13 માર્ચના રોજ ફાયરીંગની ઘટના સામે આવી હતી. જેમાં કેટલાક શખ્સો દ્વારા કોઈ કારણોસર સતોકસીંગ કરતારસીંગ દૂદાણી નામના આધેડ પર હથિયાર વડે 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.જેમાંથી 2 ગોળી સતોકસીંગને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ફાયરીંગમાં ઈજા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત સતોકસીંગના ભાઈ દ્વારા આરોપી રામસીંગ અને તેના પુત્ર વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પિતાનો અટક,પુત્રનો શોધખોળ
ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ બાબતના જુના મનદુઃખને લઈને ફાયરિંગ થયાનો ફરિયદમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો.આ કામનો આરોપી રામસીંગ તે ઈજાગ્રસ્ત સતોકસીંગનો સગોભાઈ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે આરોપી અને તેના પુત્રને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા એલસીબીએ આ આરોપીને ધરમપુર વિસ્તારમાંથી હથિયાર અને કાર સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી આ ગુનામાં વપરાયેલ હથિયાર સહિત વધારાનુ હથિયાર અને 9 જીવતા કારતુસ પણ મળ્યા હોવાનું સિટી ડિવાયએસપી જણાવ્યુ હતુ. તેથી વધુ એક હથિયાર મળી આવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.આ કામનો આરોપી રામસીંગ ઝડપાઈ ગયો છે. તેનો પુત્ર જેકી હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા ચક્રોગતીમાં કર્યા છે.
વડોદરમાં ફરિયાદ નોંધાઇ હતી
આરોપી અને ઈજાગ્રસ્ત સતોકસીંગ બન્ને સગા ભાઈઓ જ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સતોકસીંગનો પણ ગુનાહીત ઈતિહાસ હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ. તેના વિરુદ્ધ વડોદરામાં હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોધાયા છે. પોલીસે આરોપી રામસીંગ હથિયારો ક્યાથી લાવ્યો હતો અને તેના દ્વારા અન્ય કોઈ ગુનામાં આ હથિયારનો ઉપોયોગ કર્યો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.