Home /News /porbandar /પોરબંદર: 108 સ્પીડ બોટને એક મહિનાથી એક પણ કોલ નહી, માછીમારો સેવાથી અજાણ

પોરબંદર: 108 સ્પીડ બોટને એક મહિનાથી એક પણ કોલ નહી, માછીમારો સેવાથી અજાણ

સરકાર દ્વારા લોકઉપયોગી અનેક યોજાનાઓ બનાવાઈ છે પરંતુ આ યોજાના અંગે લાભાર્થીને યોગ્ય જાણકારી અપાતી ન હોવાથી તે ફક્ત કાગળ પર જ રહી જતી હોય છે...આવી જ કાઈક
હાલત જોવા મળી રહી છે પોરબંદરમાં. ત્યારે ચાલો જોઈએ શુ છે આ સેવા અને શા માટે તે હાલમા જોવા મળી રહી છે બિન ઉપયોગી.

દરિયામાં ઈમરજન્સી વેળાએ માછીમારોને ત્તત્કાળ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા એક મહિનાથી ગુજરાતમા પ્રથમ પોરબંદરમાં 108 સ્પીડ બોટ કાર્યરત કરાઈ છે
પરંતુ માછીમારોને સેવા કઈ રીતે લેવી તે અંગે જાણ નહી કરાઈ હોવાથી એક માસથી આ 108 બોટને એક પણ ઈમરજન્સી કોલ આવ્યો નથી, અને બોટ ફક્ત શોભાના ગાઠીયાની માફક
લાંગરેલી જોવા મળી રહી છે.

108 સ્પીડ બોટ સેવા કાર્યરત થઈ છે તે અંગે માછીમારોને જાણ છે કે કેમ તે અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશસના પ્રમુખને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, એક માસ પહેલા એવુ સાંભળવા મળ્યુ હતુ કે, આવી કોઈ સેવા કાર્યરત થઈ છે, પરંતુ એક માસ થવા આવ્યો હોવા છતા આવી કોઈ સેવા અમોને નજરમાં આવતી નથી અને આ સેવા અંગે બોટ એસોસિએશને પણ કોઈ જાણકારી મળી નથી. આ એક મહિના દરમિયાન ખલાસીઓના મૃત્યુના બે ત્રણ બનાવો બન્યા છે તેમા પણ અમો આ સેવાનો લાભ લઈ શક્યા નથી. કારણ કે આ બોટ ક્યા પડી છે તેની સેવા કઈ રીતે લઈ શકાઈ તે અમારા માટે હજુ પ્રશ્ન છે.

પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમખ ભરત મોદીએ કહ્યું કે, એક મહિના પહેલા પ્રેસના માધ્યમથી એવુ જાણાવા મળ્યુ હતુ કે, પોરબંદરમા 108 સ્પીડ બોટની આવી કોઈ સેવા કાર્યરત થાય છે પરંતુ એક માસ થવા આવ્યો હોવા છતા આવી કોઈ સેવા અમોને નજરમાં આવતી નથી અને આ સેવા અંગે બોટ એસોસિએશને પણ કોઈ જાણકારી મળી નથી. આ એક મહિના દરમિયાન ખલાસીઓના મૃત્યુના બે ત્રણ બનાવો બન્યા છે તેમા પણ અમો આ સેવાનો લાભ લઈ શક્યા નથી.

આ 108 સ્પીડ બોટને કાર્યરત થયે એક મહિનો વિતવા છતા માછીમાર બોટ એસોસીએશન જેવી સંસ્થા પણ જ્યારે સેવાથી અજાણ હોવાનુ જણાતા ન્યૂઝ 18 ગુજરાતી ટીમ દ્વારા આ 108
બોટ કઈ જગ્યાએ છે તે અંગે પોરબંદર 108 ઈમરજન્સીના અધિકારીઓનો સંપર્ક કરવામા આવ્યો હતો. 108ના અધિકારીઓએ કેમેરા સામે તો કાઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પણ એવુ જણાવ્યુ હતુ કે, તેઓની સેવા કાર્યરત જ છે પરંતુ આ અંગે તપાસ કરતા 108 સ્પીડ બોટ હાલ જીએમબીના વર્કશોપ ખાતે લાંગરેલી જોવા મળી હતી. તમામ સુવિધાથી સજ્જ આ 108 સ્પીડ બોટ પાછળ 1 કરોડ 80 લાખ જેટલી મોટી રકમનો ખર્ચે સરકારે કર્યો છે, પરંતુ એક માસ થયો હોવા છતા આ સ્પીડ બોટ ફક્ત શોભાના ગાઠીયા સમાન જોવા મળી રહી છે કારણ કે, હજુ સુધી એક પણ ઈમરજન્સી કોલ માછીમારો તરફથી નહી મળ્યો હોવાનુ 108ના અધિકારીઓ જણાવ્યુ હતુ.

પોરબંદરમા દરિયામા ફીશીંગ કરતી હજારો બોટોમા અવાર નવાર ઈમરજન્સીની સેવાની મદદની જરરુત તો ઉભી થાય જ પરંતુ આ સેવાનો લાભ કઈ રીતે લેવો તેની જ જાણ માછીમારોને
નહી કરાઈ હોવાથી આ સેવા ફક્ત કાગળ પર જ કાર્યરત હોવાન જણાઈ આવે છે. ત્યારે જરુરી છે કે, 108 સ્પીડ બોટ સેવા અંગે માછીમારોને જાણ કરાઈ અને આ બોટને લાંગરેલી રાખવાને
બદલે દરિયામા કાર્યરત કરવામાં આવે તો જ માછીમારોને આ સેવાની યોગ્ય માહીતી મળી શકે તેમ છે.

સ્ટોરી - પ્રતીશ શીલુ
First published:

Tags: Fishermen, One month, Porbandar, Service