Home /News /porbandar /Porbandar : માધવપુરના મેળામા ભકિતની સાથે ભોજનની આલેખ, 100 વર્ષથી ઉતારાનું આયોજન

Porbandar : માધવપુરના મેળામા ભકિતની સાથે ભોજનની આલેખ, 100 વર્ષથી ઉતારાનું આયોજન

માધવપુરનાં મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. અહીં આવતા ભાવિકો માટે સંસ્થાઓ અને વિવિધ સમાજ દ્વારા વિનામૂલ્યે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. કબીર આશ્રમ દ્વારા છેલ્લા 100 વર્ષથી ઉતારા અને ભોજનનું આયોજન કરવામાં આવે છે.

માધવપુરનાં મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. અહીં આવતા ભાવિકો માટે સંસ્થાઓ અને વિવિધ સમાજ દ્વારા વિનામૂલ્યે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. કબીર આશ્રમ દ્વારા છેલ્લા 100 વર્ષથી ઉતારા અને ભોજનનું આયોજન કરવામાં આવે છે.

    Gayatri Chauhan,Porbandar : પોરબંદરના માધવપુરમા ભગાવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ પ્રસંગે યોજાતા રાષ્ટ્રીય કક્ષાના મેળાને માણવા દેશ વિદેશમાંથી મોટી સંખ્યામા લોકો આવે છે. મેળાને રાષ્ટ્રીયકક્ષાનો દરજજો મળ્યો હોય પણ આ મેળામા આજે પણ ભોજન પ્રસાદી માટેનો સેવાયજ્ઞ જોવા મળી રહ્યો છે. કોળી સમાજ, કબીર આશ્રમ સહિત વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા નિઃશુલ્ક પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા 30 થી 3 એપ્રિલ સુધી આયોજન કરવામા આવ્યુ છેp આ મેળા દરમિયાન ગરેજ કબીર આશ્રમ દ્રારા શ્રધ્ધાળુઓ માટે ઉતારા અને ભોજન પ્રસાદીનુ આયોજન કરવામા આવ્યુ છે.

    છેલ્લા 100 વર્ષથી ચાલે છે અન્નક્ષેત્ર
    માધવપુરના મેળમા છેલ્લા 100 વર્ષથી કબીર આશ્રમ દ્વારા માધવપુરના મેળામા ઉતારા અને ભોજન પ્રસાદીનુ આયોજન કરવામા આવે છે. આ વર્ષે મેળાના પાંચ દિવસ દરમિયાન નિઃશુલ્ક ભોજન પ્રાસાદીનુ આયોજન કરવામા આવ્યુ છે.



    ગેરજ ગામના સેવાભાવી યુવાનો ખડેપગે આપે છે સેવા
    માધવપુરના મેળામા કબીર આશ્રમ દ્રારા અન્નક્ષેત્ર અને ઉતાર નુ આયોજન કરવામા આવે છે. જેમા ગરેજ ગામના યુવાનો ખડે પગે સેવાકાર્ય કરશે. આ યુવાનો પાંચ દિવસ નિસ્વાર્થભાવે સેવા કાર્ય કરશે.


    વિવિધ સમાજ દ્રારા ભોજન યજ્ઞ
    પોરબંદરના માધવપુરમા પાંચ દિવસ માટે મેળાનુ આયોજન કરવામા આવે છે. તેમા પોરબંદર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામા લોકો આવે આ મેળામા આવતા લોકો ભુખ્ય ન રહે તે માટે કોળી સામજ સહિતના વિવિધ સમાજ દ્રારા ભોજનનો યજ્ઞ ચલાવામા આવે છે.
    First published:

    Tags: Local 18, Porbandar News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો