Home /News /porbandar /પોરબંદર: ભરશિયાળે કેસર કેરીનું આગમન, વેપારીએ ગુલાબ-પેંડા વહેંચી કેરીને આવકારી

પોરબંદર: ભરશિયાળે કેસર કેરીનું આગમન, વેપારીએ ગુલાબ-પેંડા વહેંચી કેરીને આવકારી

પોરબંદર માર્કેટયાર્ડમાં 6 બોક્સ કેરીની આવક

Porbandar kesar mango: ગ્લોબલ વોર્મિગ કે કુદરતની કરામત? ભરશિયાળે આંબામાં કેરીનો ફળ આવતાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય

પ્રતિશ શીલુ, પોરબંદર: ફળોના રાજા કેરીનું શિયાળામાં સ્વાગત થયું છે. આમ તો કેરી ઉનાળું ફળ છે, પરંતુ વાતાવરણમાં બદલાવ કે અન્ય કારણોસર ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે. પોરબંદર માર્કેટયાર્ડમાં 6 બોક્સ કેરીની આવક થતા વેપારીઓ કેરીનું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માગ છે. ભર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીની કેરીને આવકારી હતી. હરાજીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. સાડા ત્રણસો રુપિયા કિલોથી શરુ થયેલી કેરીનો 501 રુપિયા ભાવ બોલાયો હતો. પ્રથમ વખત હરાજીમાં કેરીનો 501 જેટલો ઉંચા ભાવ બોલાતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી.

ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય

નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.


આ પણ વાંચો: હવામાન વિભાગે કોલ્ડવેવની કરી આગાહી, નવા વર્ષની શરૂઆત જ કંપાવશે

501 રુપિયે કિલો કેરીનો ભાવ બાલાયો

પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે ત્રણ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે અને કોઈ કોઈ આંબામાં કેરીની આવક થતા આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ. ત્રણ કેરેટ કેરી અટેલે કે 60 કિલો કેરીની આવક થતાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. ભરશિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીની કેરીને આવકારી હતી અને હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. સાડા ત્રણસો રુપિયા કિલોથી શરુ થયેલી હરાજી આખરે 501 રુપિયે કિલો કેરીનો ઉંચો ભાવ બાલાયો હતો અને પ્રથમ વખત હરાજીમાં જ કેરીનો 501 જેટલા ઉંચા ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


ગ્લોબલ વોર્મિગ કે કુદરતની કરામત?

કેસર કેરી. કેસર કેરી આવા શબ્દો આપણને ઉનાળામાં બજારોમાં અને યાર્ડ ખાતે સાંભળવા મળતા હોય છે પરંતુ ભર શિયાળે વેપારીના મુખે હાલો કેસર કેરી લઈ લો, શબ્દ સાંભળી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ગ્લોબલ વોર્મિગ કહીએ કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવવાની આ પ્રથમ ઘટના કહીએ તો ખોટું નથી. કારણ કે આ પૂર્વે ક્યારેય આટલી વહેલી શિયાળામાં કેરી આવવાનો કોઈ કિસ્સો ક્યારેય બન્યો નથી.
First published:

Tags: Gujarat News, Kesar mango, Porbandar News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો