Home /News /porbandar /પોરબંદર : પ્રભુભક્તિ કરવા માટે આધેડે સૂડીથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું

પોરબંદર : પ્રભુભક્તિ કરવા માટે આધેડે સૂડીથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું

પ્રતિકાત્મક તસવીર

'હવે મારે દુનિયાની બીજી કોઈ ઝંઝટ નથી જોઈતી, આથી મેં જાતે જ મારું ગુપ્તાંગ કાપી નાખ્યું છે'

પોરબંદર : જિલ્લાના કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામ ખાતે રહેતા એક આધેડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખતા પરિવારના સભ્યો ચિંતામાં મૂકાયા છે. આ ઘટના બાદ આધેડને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટરોએ ટાંકા લઈને આધેડનું ગુપ્તાંગ ફરી જોડી દીધું છે. આધેડે એવી દલીલ કરી હતી કે મારે આ દુનિયાની ઝંઝટમાં પડવું નથી. પ્રભુ ભક્તિ કરવી હોવાથી મેં જાતે જ ગુપ્તાંગ કાપી નાખ્યું છે.

રાણાવાવની જાંબુવંતી ગુફા બહાર ગુપ્તાંગ કાપી નાખ્યું

મળતી માહિતી પ્રમાણે બાવળાવદર ગામ ખાતે રહેતા એક આધેડે પ્રભુ ભક્તિ કરવા માટે સૂડી વડે જાતે જ પોતાનું અડધું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. આ આધેડ મૂળ રાજકોટના શાપરના હોવાનું માલુમ પડ્યું છે. ઘટના બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 55 વર્ષની આસપાસ ઉંમર ધરાવતા વ્યક્તિ રાણાવાવ ખાતે આવેલી જાંબુવંતી ગુફા ખાતે આવ્યા હતા. અહીં ગુફા બહાર તેમણે સૂડી વડે પોતાનું અડધું ગુપ્તાંગ જાતે જ કાપી નાખ્યું હતું.

મુલાકાતીઓએ સારવાર માટે ખસેડ્યા

સૂડીથી પોતાના જ ગુપ્તાંગનું છેદન કરી નાખતા આધેડ લોહીલુહાણ થઈ ગયા હતા. ગુફા ખાતે આવતા મુલાકાતીઓનું ધ્યાન આધેડ તરફ જતાં તેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે પોરબંદર શહેરમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરો સાથેની વાતચીતમાં આધેડે જણાવ્યું હતું કે,"મારે ભગવાનની ભક્તિ કરવી છે, મારે આ દુનિયાની ઝંઝટમાંથી મુક્તિ જોઈએ છે."

આધેડ ખેતી કરીને ગુજરાત ચલાવે છે

મૂળ રાજકોટના અને હાલ કુતિયાણાના બાવળાવદર ગામ ખાતે રહેતા આધેડ પોતાના પત્ની સાથે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. આધેડની દીકરીના લગ્ન થઈ ચુક્યા છે. પરિવારના મોભી એવા આધેડે અચાનક આવું કરતા પરિવારના લોકો પણ ચિંતામાં મૂકાયા છે. હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ ટાંકા લઈને આધેડનું ગુપ્તાંગ ફરીથી જોડી દીધાની માહિતી મળી છે.
First published:

Tags: Porbandar, ગુનો, પોલીસ`