Home /News /porbandar /પોરબંદર: છેડતીની આશંકામાં 2 જુથ વચ્ચે ઘર્ષણ, પોલીસનાં બેહાલ

પોરબંદર: છેડતીની આશંકામાં 2 જુથ વચ્ચે ઘર્ષણ, પોલીસનાં બેહાલ

પોરબંદરમાં મહિલાની છેડતી મુદ્દે જૂથ અથડામણની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અસ્માવતી ઘાટ નજીક છેડતીની આશંકાને લઈને  સીપાઈ જમાતખાના નજીક  ઘર્ષણ થયું હતું. રાત્રે ઉશ્કેરાયેલા લોકોએ વાહનોને આગ ચાંપી હતી. તો આ ઘર્ષણમાં 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે ટોળાને કાબૂમાં કરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. સાથે જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે.

મહત્વનું છે કે કેટલાક તોફાની તત્વોએ એવી અફવા ફેલાવી હતી કે હિન્દુ યુવતીની છેડતી કરવામાં આવી રહી છે જેને લઈને મામલો બીચકી ગયો હતો. જેથી  ખારવા સમાજના ટોળા અને પોલીસ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેમાં બે પોલીસ કર્મીને ઈજા થઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા 10-15 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટોળાએ પોલીસની  જીપમાં તોડફોડ કરી હતી. તો કેટલાક બાઈક પણ સળગાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને ભારે હંગામો થયો હતો.આ સમગ્ર ઘટનાને લઈને હજારો લોકો એકઠા થઈ ગયા હતા.



જોકે યુવતીની છેડતી ક્યારે થઈ છે ? કોને કરી ? જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ અને ખારવા સમાજના યુવાનો વચ્ચે ભારે તંગદીલી સર્જાય ગઈ હતી. હાલ તો પરિસ્થિતિ કાબૂમાં છે.
First published:

Tags: Molestation, Porbandar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો