Home /News /porbandar /ગાંધીજીના ગામમાં ફેલાશે ગંદકી! સફાઈ કામદાર ઉતર્યા હડતાળ પર

ગાંધીજીના ગામમાં ફેલાશે ગંદકી! સફાઈ કામદાર ઉતર્યા હડતાળ પર

સ્વચ્છતાના આગ્રહી અને સમગ્ર દેશમાં જેમના નામે સ્વચ્છતા અભિયાનની શરુઆત કરાઈ છે તે ગાંધી જન્મભૂમીમાં જ હવે સ્વચ્છતાનો અભાવ જોવા મળે તો નવાઈ નહી. વાત જાણે એમ છે કે, પોરબંદર નગરપાલિકામાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓ આજથી સફાઈ કામ છોડીને હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર ઉતરેલા તમામ સફાઈ કામદારોની માંગ છે કે, છેલ્લા 20 વર્ષથી સફાઈ કામ કરતા 56થી વધુ કર્મચારીઓને કાયમી કરવાને બદલે હજુ સુધી પ્રોબેશન પર જ કામ કરાવાઈ રહ્યુ છે... પોરબંદર નગરપાલિકામાં ઘણા સમયથી રજૂઆતો કરાઈ હોવા છતા આ અંગે કોઈ નિરાકરણ આવ્યુ નથી. કાયમી કર્મચારીઓ સહિત જિલ્લાના તમામ 421 કર્મચારીઓ સફાઈ કામ છોડીને પ્રોબેશન કર્મચારીઓના સમર્થનમાં અચોક્કસ હડતાલ પર ઉતર્યા છે.

પાલિકાના ચિફઓફિસરે આ અંગે એવુ જણાવ્યુ હતુ કે,જે કર્માચારીઓની કાયમી થવાની માંગણી છે તે અંગેની દરખાસ્ત અમોએ સરકારને મોકલી આપી છે આમ છતા તેઓ હડતાલ ગયા છે ત્યારે જે નિયમો અનુસાર થતુ હશે તે કાર્યવાહી કરીશુ, પરંતુ આ હડતાલના સમય દરમિયાન તમામ શહેરીજનો કચરો રસ્તા પર ફેકવાને બદલે પાલિકા દ્વારા કાર્યરત ડોર-ટુ ડોર કચરો લેવા આવતા વાહનમાં જ કચરો નાખે તેવી અપીલ કરી છે.

સફાઈકામદાર આગેવાન અજય પુનાણીએ જણાવ્યું કે, કર્મચારીઓ તો 421છે અને 56 કર્માચારીઓ 20 વર્ષથી પ્રોબેશન પર છે. પ્રોબેશનની લીમીટ 1 વર્ષની હોય છે. અમારી માંગ છે કે, વહેલીતકે પ્રોબેશનના કર્માચારીઓેને કાયમી કરવામાં આવે. અન્યથા આત્મવિલોપન અને રસ્તા રોકો સહિતની પ્રવૃતી કરવામાં આવશે.

પોરબંદર ન.પાલિકા ચીફઓફિસર આર.જે.હુડદે કહ્યું કે, કાયમી થવાની માંગણી છે તે અંગેની દરખાસ્ત અમોએ સરકારને મોકલી આપી છે, આમ છતા તેઓ હડતાલ પર ગયા છે, ત્યારે જે નિયમો અનુસાર થતુ હશે તે કાર્યવાહી કરીશુ.
First published:

Tags: Dirt, Porbandar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો