Home /News /porbandar /પોરબંદર : રૂવાંડા ઊભા કરી નાખતો CCTV Video, કાર ચાલકે બે બાળકોને ફંગોળતા ઘટના મોત

પોરબંદર : રૂવાંડા ઊભા કરી નાખતો CCTV Video, કાર ચાલકે બે બાળકોને ફંગોળતા ઘટના મોત

ઈનોવા કારની અડફેટે બાળકોના કરૂણ મોત

Degam Accident CCTV Video : પોરબંદરના દેગામ પાસે ઈનોવા કારને રસ્તાની કેડીએ ચાલ્યા જતા બાળકોને રગદોળતા કરૂણાંતિકા

પ્રતિશ શીલુ, પોરબંદર : પોરબંદર (Porbandar) જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં (Accident) બે બાળકોના કરૂણ મોત (Children Death) થયા છે. હાઇવે પર રોડની કેડીએ ચાલ્યા જતા બે બાળકોને બેફામ ગતિએ આવી રહેલી ઈનોવા કારના (Toyota Innova) ચાલકે ફંગોળતા બાળકોનાં મોત થયા છે. ઘટનાના પગલે અરેરાટી છૂટી ગઈ જ્યારે કાર ચાલક ડરના માર્યો કાર અથડાયા બાદ નાસી છૂટ્યો છે. પોલીસને આ બનાવના સીસીટીવી વીડિયો (CCTV Video) હાથ લાગ્યા છે જેમાં બાળકોને કચડ્યાનો વીડિયો જોવા મળે છે.

આ કરૂણ ઘટનાક્રમની વિગતો એવી છે કે આજે પોરબંદરના દેગામ (Degam Porbandar) પાસે બે બાળકોનાં કરૂણ મોત થયા હતા. જી.જે. 01 પાસિંગની ઈનોવા કારે રોડની સાઇડમાં ચાલ્યા જતા બે બાળકોને સાઇડમાંથી ફંગોળ્યા હતા. કારની અડફેટે કચડાઈ જતા બે બાળકોનાં કરૂણ મોત થયા હતા.

આ પણ વાંચો : પાટણ : અકસ્માતનો રૂવાંડા ઊભા કરી નાખતો Live Video, ટ્રેલરે બાઇક ચાલકને કચડી નાખતા મોત

ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દેગામ હાઇવે પર પહોંચી ગયો હતો. અકસ્માત બાદ જી.જે. 01 એચએસ 188 નંબરની ઇનોવા કાર નજીકની વાડીમાં દિવાલ તોડીને ઘૂસેલી જોવા મળી હતી.



અકસ્માતમાં કારનું બોનેટ ભાંગીને ભુક્કો થઈ ગયું હતું જેના પરથી કારની સ્પીડ કેટલી હશે તેનો અંદાજ આવી શકે છે પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોમાં બાળકો રોડની સાઇડમાં હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. પોલીસે આ બાળકો ક્યાંના છે તેની તપાસ શરૂ કરી અને ભાગી ગયેલા કાર ચાલકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદરના દેગામની આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો : રાજકોટ : અકસ્માતમાં 4 ભાવિ તબીબોનાં મોત, રક્ષાબંધન પહેલાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન ગુમાવી

સીસીટીવી વીડિયોમાં પૂરપાટે આવતી કાર જોવા મળી તેના પરથી અકસ્માતનો ઘટનાક્રમ જાણવામાં પોલીસને સરળતા મળી શકે છે. પોલીસ આગામી સમયમાં કાર ચાલકને શોધવાનો પ્રયાસ કરશે. દરમિયાન બાળકોના મૃતદેહને પણ રસ્તા પરથી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ રોડ પર ફોર લેન ડિવાઇડર વાળો રસ્તો ન હોવાથી આ રસ્તાની એક ગતિ મર્યાદા પણ હોય છે પરંતુ કાર ચાલકે જે રીતે આ ટક્કર મારી તેના પરથી કાર ચાલકની જ બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે બાકી ઘટનાનું સમગ્ર સત્ય તો પોલીસ તપાસના અંતે જ બહાર આવી શકે છે ત્યારે વાહનચાલકો માટે પણ આ પ્રકારના માર્ગ અકસ્માત ચેતવણી રૂપ ઘટના છે.
First published:

Tags: Children Death, Degam Accident, Degam Accident Cctv Video, Gujarati news, Porbandar, Porbandar News