પ્રતિશ શિલુ, પોરબંદર : ચાર વર્ષની ઉંમરથી પેઇન્ટિંગ (Painter)નો શોખ ધરાવતી પોરબંદરની આર્ટિસ્ટ વિનીષા રૂપારેલે (Vinisha Ruparel) જુદા જુદા પથ્થરો પર આધુનિક શૈલીથી પશુ-પક્ષી, જીવજંતુઓના 500 જેટલા પેબલ પેઇન્ટિંગ (Pebble Painting) બનાવ્યા છે. તેમની આ વિશેષ કળા સૂઝથી ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ (India Book of Records)માં સ્થાન મળ્યું છે.
અત્યાર સુધી નેશનલ લેવલ પર ચાર એક્ઝિબિશન કરનાર આઇ.આઇ.એમ અમદાવાદની પૂર્વ વિદ્યાર્થિની વિનીષા કહ્યું કે,"દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળા છૂપાયેલી હોય છે. યોગ્ય સમયે માણસે આ કળાને બહાર લાવવી જોઈએ. હાલ કોરોના વાયરસના સંક્રમણને રોકવાનો એક રસ્તો એ પણ છે કે, આપણે શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહીએ અને પોતાને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ."
છેલ્લા દસ વર્ષથી ત્રણથી સાડા ત્રણ ઇંચના પથ્થરો ઉપર માછલી, પતંગિયું, ટાઇગર, બીલાડી, ગાય, હરણ, સહિત જુદા-જુદા પશુ-પક્ષી, જીવજંતુઓના 89 પ્રકારના 500 જેટલા ચિત્રો બનાવીને વિશેષ ઓળખ મેળવનાર પોરબંદરની આ દીકરી અન્ય યુવા કલાકારો માટે પ્રેરણારૂપ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુદા જુદા ક્ષેત્રે અલગ ખેડાણ કરનાર પ્રતિભાને ઇન્ડિયા બૂક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર