Home /News /porbandar /પાઉન્ડમાં વીમો ઉતરાવીને પોરબંદરના દત્તક બાળકની હત્યા, મહિલા સામે બ્રિટનમાં ટ્રાયલ શરૂ

પાઉન્ડમાં વીમો ઉતરાવીને પોરબંદરના દત્તક બાળકની હત્યા, મહિલા સામે બ્રિટનમાં ટ્રાયલ શરૂ

પ્રતિકાત્મક તસવીર

પોરબંદના દત્તક બાળકની હત્યા કરનાર મૂળ ભારતની અને હાલ બ્રિટનમાં રહેતી મહિલા અને તેના સાથીદારને બ્રિટનની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ છે.

પોરબંદર, ન્યૂઝ18 ગુજરાતીઃ  પોરબંદના દત્તક બાળકની હત્યા કરનાર મૂળ ભારતની અને હાલ બ્રિટનમાં રહેતી મહિલા અને તેના સાથીદારને બ્રિટનની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ છે. બ્રિટનની કોર્ટે આ મહિલા અને તેના સાથીને બાળકની હત્યાના કલાકો જ પહેલાં ઇમેઇલની આપ-લે કરેલી બધી જ વિગતો ભારત સરકાર પાસે માંગી હતી.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદરના અનાથ બાળક ગોપાલને દત્તક લઇને તેનો પાઉન્ડમાં વીમો ઉતરાવીને તેની હત્યા કરીને વીમાની કરોડોની રમકની કમાણી કરવા માટે બાળકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મૂળ ભારતીય અને હાલત બ્રિટનમાં રહેતી મહિલા આરતી ધીરે અને તેના સાથીદાર સામે બ્રિટનની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે.

સાથે જ કોર્ટે આખા કેસમાં બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય રીતે પ્રત્યાર્પણનો કેસ બનતો હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું.બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર કામ કરતી 54 વર્ષીય આરતી ધીરનો જન્મ કેન્યામાં થયો છે અને મૂળ પંજાબના ગુરૂદાસપુરમાં છે તે તથા જૂનાગઢ કેશોદના રહેવાસી 30 વર્ષીય કંવલજીત રાયઝાદા ઉપર અનાથ બાળક ગોપાલ અજાણીની હત્યા કરવાનો આરોપ છે.

આ બંનેએ પાંચ લાખની સોપારી આપીને ગુજરાતમાં બાળક ગોપાલ તથા તેના સંબંધી હરસુખ કારદાણીની 8, ફેબ્રુઆરી, 2017માં હત્યા કરાવી હતી. હત્યારાએ છરીના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હતી. દત્તક બાળક ગોપાલનો રૂ.1.3 કરોડનો વિમો ઉતરાવ્યો હતો તે હડપ કરવા માટે આ હત્યા કરાવાઈ હોવાનો આરોપ છે. આ કેસમાં બંનેનું પ્રત્યાર્પણ કરવા અંગે બ્રિટનની વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ શરૂ થયો છે. આ કેસમાં ગુરૂદાસપુરના નીતિશ મુંડનું પણ નામ ખુલ્યું છે. નીતિશ વિદ્યાર્થી અને તે લંડનમાં રાયઝાદા સાથે અભ્યાસ કરતો હતો.

આ પણ વાંચોઃ-CCTV: વાછરડાને બચાવા ટેન્કર ચાલકે એવી મારી બ્રેક કે ટેન્કરની દિશા થઈ ગઈ ઉલટી

ચીફ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે ગોપાલની હત્યા થયાના ત્રણ કલાક પહેલાં આરતી ધીરે નીતિશને ઈ-મેઈલ કર્યો હતો. મેજિસ્ટ્રેટે કહ્યું કે આરતી ધીરે નીતિશને કરેલા તમામ ઈ-મેઈલ હું જોવા માંગુ છું. જો કે ભારતની સરકારે આ બંને વચ્ચેના ઈ-મેઈલ આપ્યા નથી. પ્રથમ દ્દષ્ટિએ આ પ્રત્યાપર્ણનો કેસ બને છે. ગોપાલનો વિમો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારપછી મેઈલ કરવામાં આવ્યા હતા.
First published:

Tags: BRITAIN, Crime Story, ગુજરાત