પોરબંદરઃ ટુકડા-મિયાણી ગામે ગોજારો અકસ્માત સર્જાયો. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકમા સવાર બંને યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે.
મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, અડધા અકસ્માતો તો ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાને કારણે થતા હોય છે. આજે બપોરે પોરબંદરના ટુકડા-મિયાણી ગામે પૂરપાટ દોડી રહેલી ટ્રક સાથે બાઇકનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં બાઇકસવાર બે યુવકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે. અકસ્માતને કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
અકસ્માતની ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે યુવકોનાં મોત થયાં છે. પોલીસે યુવકોના પરિવારને અકસ્માતની ઘટનાની માહિતી પહોંચાડવામાં તજવીજ કરી રહી છે. પોલીસે બંને યુવકોના મૃતદેહોને PM માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધા છે.