Home /News /porbandar /Porbandar: આ શહેરની મધ્યે પક્ષીઓનું આશ્રય સ્થાન,અહીં લોકો રોમાંચિત થઇ જાય
Porbandar: આ શહેરની મધ્યે પક્ષીઓનું આશ્રય સ્થાન,અહીં લોકો રોમાંચિત થઇ જાય
અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે
પોરબંદર શહેરની મધ્યે 9.33 હેકટરમાં પક્ષી અભયારણ્ય આવેલું છે. અહીં ૧૫૦થી વધુ પ્રકારના પક્ષી નોંધાયા છે. અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. પક્ષીઓનાં કલરવથી લોકો રોમાંચિત થઇ જાય છે.
Porbandar: પોરબંદર શહેર મધ્યે પક્ષી અભયારણ્ય આવેલું છે. ભારતમાં એકમાત્ર શહેર મધ્યે પક્ષી અભયારણ્ય આવેલું છે. અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે.પોરબંદરના હૃદય સમાં વિસ્તારમાં આવેલા પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પોરબંદરની મધ્યે આવેલ પક્ષી અભયારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલ છે.
અહીં 150થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી મી. પીટર જેકશન 1981 ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા, ત્યારે આ સુંદર સ્થળે આવીને રોમાંચિત બની ઉઠયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને સુપ્રત કર્યો હતો.
ત્યારબાદ આ જગ્યાએ 1988ની સાલમાં ગુજરાત વનવિભાગે નોટિફીકેશન બહાર પાડી પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને 1990 ની સાલમાં નગરપાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ હાથ ધર્યો હતો. ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભયારણ્ય આવેલું છે.
ફ્લેમીંગો પક્ષીઓ માટે ખુબ જ અનુકુળ
અહી ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં અસંખ્ય ફલેમીંગો પક્ષી જોવા મળે છે. પોરબંદરના પક્ષીઅભયારણ્યમાં 86 જાતના પક્ષીઓનો વસવાટ છે. આ પક્ષીઓમાં મોટી ચોટલી ડુબકી, નાની ડૂબકી, ચોટીલી પેણ, ગુલાબી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, નાનો કાજીયો, સર્પ ગ્રીવ, બગલો, બગલી, પીળી ચાંચ ઢાંક.
કાંકણસાર, નાનો હંજ, મોટો હંજ, બતક, રાખોડી કારચીયા, નીલ શિર, ગયણો, સિગપર, સંતાકુકડી, જલમુરઘો. ટીટોડી, ગડેરો, તુંતવારી, ગજપાંઉ, કાળી પીઠ ધોમડો, કલકલીયો, દૂધરાજ, સ્વેતનૈયણ, કરકરો, કુંજ, કોયલ, કંસારો, પોપટ, કાગળો, કાબર, વૈયા, સક્કરખોરો, ચકલી, સુઘરી, દેવચકલી, દૈયડ, દરજીડો, માખીમાર જેવા વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે.
વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળામાં મોટી સંખ્યા આવે
પક્ષી અભયારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે. શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓ નો કલબલાટ ગુંજી ઉઠશે.