આફ્રિકાનાં નાઇજીરિયામાં ફસાયેલા 4 પોરબંદનાં યુવાનો પરત ફરતા ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ મામલે પોરબંદરના ધારાસભ્ય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હતા.
છેલ્લા ઘણાં સમયથી આ મામલે પોરબંદરના ધારાસભ્ય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હતા.
ન્યૂઝ 18 ગુજરાતી : આફ્રિકાનાં નાઇજીરિયામાં ફસાયેલા 4 પોરબંદનાં યુવાનો પરત ફરતા ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ મામલે પોરબંદરના ધારાસભ્ય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હતા.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરનાં ચાર યુવાનો નોકરી કરવા ગયા હતાં. તેઓ જ્યાં નોકરી કરવા ગયા હતાં તેના માલિકની કોઇ કારણસર ધરપકડ થઇ હતી. ત્યારબાદ આ ચાર જણ પણ નાઇજીરીયા દેશની શરણમાં ચાલ્યા ગયા હતાં.
બીજા દેશમાં ફસાયેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે વિદેશ મંત્રાલયની મદદ પણ લેવામાં આવી હતી. યુવાનોના પરિવારજનોએ પણ ભારતીય વિદેશ મંત્રાલય અને ધારાસભ્ય અને લઘુમતી મોરચાના પ્રમુખનો આભાર માનીને તેમણે ખુશી વ્યક્ત કરી છે.
આ ચારેય પરિવારોનાં યુવાનો પરત આવતા તેમનાં ઘરોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.