Home /News /porbandar /કામધેનુ પ્રોજેક્ટ અને અમૂલ બ્રાંડના નામે રાજકીય ભ્રષ્ટાચાર: મોઢવાડીયા

કામધેનુ પ્રોજેક્ટ અને અમૂલ બ્રાંડના નામે રાજકીય ભ્રષ્ટાચાર: મોઢવાડીયા

અર્જુનભાઇ મોઢવાડિયાએ પૂર્વ મંત્રી બાબુ બોખરિયા સામે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે

અર્જુનભાઇ મોઢવાડિયાએ પૂર્વ મંત્રી બાબુ બોખરિયા સામે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે

પ્રણવ પટેલ - અમદાવાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી કામધેનુ પ્રોજક્ટને લઈ સરકાર પર સીધા પ્રહાર કર્યા છે. અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, સરકાર અને સંઘ કામધેનુ એન્ટરપ્રાઈજ માટે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. સરકારે આ માટે કરોડો રૂપિયા ગુજરાત સરકારની તિજોરીમાંથી આપ્યા છે. અમુલ બ્રાંડના નામે રાજકીય લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ભારતની પ્રથમ નંબરની FMCG કંપની અમૂલ જાતે કોઈ પ્રોડક્ટ બનાવતી નથી. દુધને પ્રોસેસ કરી 60થી 70 જેટલી પ્રોડક્ટ 18 સંઘ બનાવે છે, જેનું માર્કેટિંગ અમૂલ કરે છે. દુધ દરેક વ્યક્તિની જીવાદોરી છે. પરંતુ પાછલા બારણે અમુલનું ખાનગીકરણ થઈ રહ્યું છે. કામધેનું કંપની દ્વારા બનાવામાં આવતી દૂધની પ્રોડક્ટ પર અમૂલનો સિક્કો મારીને વેચવામાં આવે છે. દૂધ મંડળીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

અર્જુન મોઢવાડીયાએ ખુલાસો કરતા કહ્યું કે, કામધેનુ પ્રોજેક્ટ સાથે પોરબંદર સંઘે કોન્ટ્રાક્ટ કર્યો છે. કામધેનુને રોજના 5 લાખ કમાવાનો પરવાનો આપી દીધો છે. કામધેનુના માલિકોને પશુપાલન કે ખેતી સાથે કોઈ લેવા દેવા નથી.

અર્જુન મોઢવાડીયાએ સંઘ સામે ભ્રષ્ટાચારના આરોપ કરતા કહ્યું કે, અમુલે પોરબંદર જિલ્લા સહકારી સંઘને 2 લાખ લીટર પ્રતિદિન દુધ પ્રોસેસ કરવાનો કરાર કર્યો છે, ત્યારે પોરબંદર સંઘે આ કોન્ટ્રાક્ટ સીધો ખાનગી કંપની કામધેનુ એન્ટરપ્રાઈઝને આપી દીધો છે. એટલું જ નહી સંઘે કામધેનુને ઉભી કરવા માટે 12 કરોડ રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી આપ્યા અને બેંકમાંથી 24 કરોડની લોન માટે ગેરન્ટર પણ બન્યા છે.

મોઢવાડીયાએ આક્ષેપ સાથે સીધી ઉચાપતનો દાવો કરતા કહ્યું કે, પશુપાલકોના ખર્ચે અને જોખમે આ આખો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પોરબંદર સંઘ પાસે પણ પૈસા ન હતા પરંતુ અમુલ દ્વારા વાર્ષિક નફાની રકમ 10 કરોડ 91 લાખ, જે ખેડૂતોને વહેંચવા માટે આપવામાં આવી હતી, તે રકમ પણ ખેડૂતોને વહેચવાને બદલે પોરબંદર સંઘે સીધી કામધેનુ એન્ટરપ્રાઈજને આપી દીધી.

અર્જુન મોઢવાડીયાએ પોરબંદર સંઘ પર વધુ આક્ષેપ કરતા કહ્યું કે, કુલ 48 કરોડના નુકશાનમાં ખેડૂતો અને પશુપાલકોને કામધેનુ પેટર્નમાં ઉતારી દીધા છે.

મોઢવાડિયા બાબુ બોખરિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળી બોબુબોખરિયા મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અમૂલ પેર્ટનની સામે ભાજપની કામધેનું એન્ટરપ્રાઇઝની કંપનીને પરમીશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

મોઢવાડીયાએ તટસ્થ તપાસની માંગ સાથે કહ્યું કે, કામધેનુ પ્લાન્ટ પોરબંદર સંઘને સોંપી દેવો જોઈએ, અને આ ઉચાપત કૌભાંડની તટસ્થ તપાસ થવી જોઈએ. સાથે મંત્રી બાબુ બોખરિયા સહિતના નેતા અને આગેવાનો સામે ફરિયાદ પણ થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અર્જુન મોઢવાડીયાએ ભાજપ સરકાર અને અમૂલને બાનમાં લઈ આક્ષેપ કર્યા હતા. અર્જુનભાઇ મોઢવાડિયાએ પૂર્વ મંત્રી બાબુ બોખરિયા સામે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળીને મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અમૂલ પેર્ટનની સામે ભાજપની કામધેનુ એન્ટરપ્રાઇઝની કંપનીને પરમીશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત ખેડૂતો પર અત્યાચાર કરીને કામધેનુ એન્ટરપ્રાઇઝની કંપની બનાવામાં આવી છે. પશુ પાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી. ૩ ગણા ભાવ સાથે કામધેનુ કંપનીને કામ આપવામાં આવ્યું છે. આ તમામ પ્રકારનું કૌભાંડ અમૂલના ચેરમેન સાથે મળીને જ કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Arjun Modhwadia, Congress Leader, Political, ભ્રષ્ટાચાર