Home /News /porbandar /Porbandar: ગુંડાગિરીની હદ, તપાસ કરવા ગયેલા પોલીસ પર પિતા-પુત્રનો હુમલો

Porbandar: ગુંડાગિરીની હદ, તપાસ કરવા ગયેલા પોલીસ પર પિતા-પુત્રનો હુમલો

X
Porbondar

Porbondar Police 

કમલાબાગ પોલીસ‌ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ પર હુમલાનો બનાવ બન્યો હતો.રેતીચોરી અંગે તપાસ અર્થે ગયેલ પોલીસ પર આરોપી પિતા-પુત્રએ હુમલો કરતા આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ ...
Pratish Shilu, Porbandar: દરિયાની રેતી રિક્ષામાં ભરીને જતા પિતા, પુત્રની પોલીસ જવાને પુછપરછ કરતા તેના પર હુમલો કર્યો હતો. બંને પોલીસ જવાને પિતા, પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બન્ને હુમલો કરનાર પિતા, પુત્રને ઝડપી લીધા હતા.

બનાવની મળતી વિગત મુજબ પોરબંદરના કમલાબાગ પોલીસ‌ સ્ટેશનમાં ફરજ બજાવતા સાજન રામશીભાઈ વરુ અને નિખિલ ઘેલાભાઈ વાઘ 23 તારીખના રોજ શહેરના મારૂતિ નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરિયામન દરિયાઈ રેતી ભરેલ રીક્ષા જોવા મળી હતી. આ અંગે રીક્ષા લઇને નીકળેલા પ્રતાપ માંડણ ખિસ્તરીયા અને માંડણ ખિસ્તરીયાની પુછપરછ કરતા હતા.

આ પણ વાંચો: ગીરના દેશી ગોળ પર GSTનો દર ઘટાડી 18 ટકાના બદલે 5 ટકા કરવામાં આવ્યો, વેપારીઓમાં આનંદ

તેમજ પોલીસ કર્મચારીઓએ તેને ઓળખાણ પણ આપી હતી. છતાં પણ પિતા, પુત્રે પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. લાકડા અને પાવડાથી મુઢમાર માર્યો હતો. બંને પોલીસ જવાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.



આ ઘટનાને પગલે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની પોલીસ દોડી આવી હતી. પિતા અને પુત્ર સામે ફરજમાં રૂકાવટ સહિત આઈપીસી કલમ 332,504,114 ગુનો નોંધ્યો હતો. ફરિયાનો નોંધાયાના કલાકોમાં પિતા, પુત્રને પોલીસે ઝડપી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પિતા, પુત્ર રેતી ચોરી કરીને લાવ્યા હતા કે નહીં ?, અગાઉ કોઇ ગુનો કર્યો છે કે, નહીં? સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Crime case, Gujarat police, Local 18, Porbandar