પોરબંદર: નેવીનું પાયલોટ વગરનું પ્લેન GIDC પોલીસ સ્ટેશન નજીક ક્રેશ થયું છે. નેવીનું પ્લેન UAV જમીન પર પડતાં આગ લાગી હતી.
મહત્વનું છે. U.A.V. અતિ આધુનિક એર પ્લેન છે, જે સતત સમુદ્રી સીમા પર નજર રાખે છે. પરંતુ આ પ્લેન આજે GIDC પોલીસ સ્ટેશન નજીક ક્રેશ થયું હતું. અને તેમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચાલાવી આગને બૂઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં ડ્રોન આગમાં બળીને ખાક થઇ ગયું હતું. ડ્રોન વિમાનમાં યાંત્રીક ખામી સર્જાતા ક્રેશ થયાનું જાણવા મળે છે.જો કે હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
U.A.V. વિશે વાત કરીએ તો આ પ્લેન એર પ્લેન છે. જે રિમોર્ટ કંટ્રોલથી સતત ઉડાન ભરે છે. તેમાં નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હોય છે. જેથી તે સતત સમુદ્રી સીમા પર નજર રાખે છે. પરંતુ આજે આ પ્લેનના એન્જીનમાં કોઈ ખામી સર્જાતા તે જમીન પર પડ્યું હતું જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
હાલ તો પરિસ્થિતી કાબુમાં છે. અને ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
મહત્વનું છે કે એરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ ઉદ્યોગનગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થઇ ખાબક્યું હતું.