Home /News /porbandar /પોરબંદરઃ કુંજનો શિકાર કરતી ટોળકીના એક શખ્સનું શોક લાગતા મોત, 50 મૃત કુંજ મળ્યાં

પોરબંદરઃ કુંજનો શિકાર કરતી ટોળકીના એક શખ્સનું શોક લાગતા મોત, 50 મૃત કુંજ મળ્યાં

50 મૃત કૂંજ કબજે લેવાયા.

પીછો કરતી વખતે શિકારી ટોળકીના એક શખ્સને વીજળીનો શોક લાગતા મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

પ્રતિશ શિલુ, પોરબંદર : મેંઢાક્રીક ડેમમાં કુંજ પક્ષીનો શિકાર કરતી એક ટોળકી પાસેથી 50 જેટલા મૃત કુંજ પક્ષીઓ મળી આવ્યાં છે. આ મામલે કલ્યાણપુર વનવિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શિકાર કરતી ટોળકીના એક સભ્યનું વીજ શોક લગાતા મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે મેઢાંક્રીક ડેમ ખાતે વિદેશ પક્ષી કુંજનો શિકાર કરતા ટોળકી સક્રિય થઈ હતી. આ માટે ગામના લોકોએ શિકાર કરતા ટોળકીને પકડવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શિકાર કરતી ટોળકીના બે લોકો નજરે પડ્યા હતા. બંને લોકોનો ગામ લોકોએ પીછો કર્યો હતો.

પીછો કરતી વખતે શિકારી ટોળકીના એક શખ્સને વીજળીનો શોક લાગતા મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ આ ટોળકી પાસેથી 40 જેટલી મૃત કુંજ પક્ષી કબજે લેવામાં આવ્યા છે.

આ અંગે ગામના લોકોએ વનવિભાગને જાણ કરવામાં આવતા કલ્યાણપુર વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે કુંજ પક્ષીના શિકારના બનાવ સમાયંતરે મીડિયામાં ચમકતા રહે છે.

કુંજ એ સમુહમાં રહેતું પક્ષી છે. સવાર અને સાંજને સમયે તમે તેને આકાશમાં લાઇનબદ્ધ રીતે ઉડતા જોયા હતા. સામાન્ય રીતે તે V આકાર બનાવીને આકાશમાં ઉડે છે.

શિયાળા દરમિયાન રાજ્યમાં 60 જાતના પક્ષીઓ સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર મહિના સુધી ખોરાક અને ઇંડા સેવવા માટે આવે છે. આ પક્ષીઓમાં કુંજનો પણ સમાવેશ થાય છે. સાઈબરિયાથી આવતા પક્ષીઓ પહેલા સૌરાષ્ટ્રના દરિયા કાંઠેા આસપાસ પહેલો મુકામ કરે છે.
First published: