Home /News /porbandar /porbandar: આંગણવાડી એવી રળિયામણી કે બાળકો ઘરે જવાનું ભૂલી જાય, આ એવોર્ડ મળ્યો છે
porbandar: આંગણવાડી એવી રળિયામણી કે બાળકો ઘરે જવાનું ભૂલી જાય, આ એવોર્ડ મળ્યો છે
પોરબંદરના રતનપર ગામે આવેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રના બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ મેળવવામાં અગ્રેસર છે. આંગણવાડી એટલી રળિયામણી છે. અહીં આવતા ભુલકાઓને ઘરે જવુ ગમતુ નથી.
પોરબંદરના રતનપર ગામે આવેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રના બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ મેળવવામાં અગ્રેસર છે. આંગણવાડી એટલી રળિયામણી છે. અહીં આવતા ભુલકાઓને ઘરે જવુ ગમતુ નથી.
Gayatri Chauhan, porbandar: પોરબંદર જિલ્લાના રતનપર ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં 32 બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ મેળવી રહ્યા છે. બાળકોની આરોગ્ય તપાસણી, નિયમિત રસીકરણ, ખેલકૂદ, શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આંગણવાડીના કાર્યકર શાંતિબેન ઓડેદરાએ કહ્યું કે, તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે મને અને તેડાગર ઓડેદરા મનીષાબહેનને રાજ્યકક્ષાનો માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો હતો. આ પુરસ્કાર કેન્દ્રમાં બાળ શિક્ષણ માટેની કામગીરી બદલ મળ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અને પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, લોક ભાગીદારી અને આંગણવાડીનું એકંદરે વાતાવરણ, કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને પોષણના પેકેટ વિતરણ કરવાની કામગીરી સહિત કેન્દ્રમાં ઉત્કૃષ્ટ વર્ક બદલ આ પુરસ્કાર એનાયત કરાયો હતો. પોરબંદર જિલ્લાના રતનપર ગામે આવેલી સ્માર્ટ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પૂરક પોષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે. આંગણવાડીમા સફાઈઉડીને આંખે વળવે તેવી પોરબંદર નજીકના નાના એવા રતનપર ગામની આંગણવાડીની મુલાકાત એક વખત લેવા જેવી છે. આંગણવાડીમા સ્વરછતા એટલી કે જાણે મંદિર હોય તેવી અનુભુતી થાય અહિં આંગણવાડીના મેદાનમાં પેવર બ્લોક પાથરવામા આવ્યા છે અને નિયમિત સફાઈ પણ કરવામા આવે છે.
આંગણવાડીમા સુંગધ મહકાતા ફૂલોના વૃક્ષો રતનપર ગામની આંગણવાડીને તેમની કાર્યપધ્ધતિને ધ્યાને રાખી અને એવોર્ડથી સન્માનતી કરવામા આવી છે. આ આંગણવાડીના સુંગધીત ફૂલોના ઝાડ આવેલી છે. આ આંગણામા બાળકોના કિલકીલાટથી વાતાવરણ ગુંજી ઉઠે છે. બાળકોને ઘરે જવુ ગમતુ નથી રતનપરની આંગણવાડી એટલી રળિયામણી છે. અહીં આવતા ભુલકાઓને ઘરે જવુ ગમતુ નથી. સવાર પડતા જ બાળકોને આંગણવાડી યાદ આવે છે અને હોંશે હોશે તેઓ આંગણવાડીએ આવે છે. અહીં આવતા બાળકોને સરકારના નિયમ મુજબ પૈાષ્ટીક આહાર પણ આપવામા આવે છે.