Home /News /porbandar /Porbandar : ''માધવપુરનો માંડવો, આવી યાદવકુળની જાન'', પાંચ દિવસનાં મેળો યોજાશે
Porbandar : ''માધવપુરનો માંડવો, આવી યાદવકુળની જાન'', પાંચ દિવસનાં મેળો યોજાશે
માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનો સમન્વય છે. રૂક્ષ્મણીનું શ્રી કૃષ્ણએ હરણ કર્યું અને ગુજરાતના માધવપુરમાં આવી લગ્ન કર્યા હતાં. પાંચ દિવસનો લોકમેળો ભરાય છે.
માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનો સમન્વય છે. રૂક્ષ્મણીનું શ્રી કૃષ્ણએ હરણ કર્યું અને ગુજરાતના માધવપુરમાં આવી લગ્ન કર્યા હતાં. પાંચ દિવસનો લોકમેળો ભરાય છે.
Gayatri Chauhan, Porbandar : સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યા માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે.
આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજલવિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ. પૌરાણિક કથાઓ સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતા.
આ વિવાહની યાદમાં વર્ષોથી- યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયાં હતાં. એટલે તે દિવસે લગ્ન થાય છે. રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે.
તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગર યાત્રા કરી નીજ મંદિર પધરામણી કરે છે. ભગવાનની પરણીને આવતી જાન જોવી એ ભાવિકો માટે એક લહાવો હોય છે.મધુવન જ નહીં પણ માધવપુરની બજારો ગલીઓ અબીલ ગુલાલની છોળોથી ઉભરી આવતા જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવા દ્રશ્યો જોવા મળે છે. આ સાથે મેળો પૂર્ણ થાય છે. આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે.
મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો પ્રસંગ મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાકની પુત્રી રૂક્ષ્મણીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રૂક્ષ્મણીનો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.
માધવપુરના મધુવનમાં ભગવાને લગ્ન કર્યા તે મધુવનનું નામ કેમ પડ્યું? ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે તે સ્થળ બની જતું હોય છે. આવું સ્થળ માધવપુરનું છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગદાથી મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવો ગ્રંથોમાં ઉલ્લેખ છે. મધુનો વધ કર્યા પછી ભગવાને લોહી વાળી ગદા અહીં આવેલી વાવમાં સાફ કરી હતી અને કથા ગદાવાવ સાથે જોડાયેલી છે. આજે મધુવનમાં ગદાવાવ પણ છે. વિષ્ણુ અવતાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે લગ્ન કર્યા ત્યાં ચોરી માયરા નું પણ સ્થળ છે.
ભગવાનની કેવી રીતે થાય છે લગ્ન વિધિ ? રામનવમીના દિવસથી શરૂ થાય છે 'રૂક્ષ્મણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણુ શિશુપાલને રે, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી યાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન જેવા લગ્ન ગીતો માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે. રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે. કડછ ગામના લોકો રૂક્ષ્મણી માતાનું મામેરુ ભરવા આવે છે. ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગુજરાત પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવે છે.