Home /News /porbandar /

પોરબંદર: NCB અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, બે શંકાસ્પદ ઈરાની બોટ પકડી

પોરબંદર: NCB અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, બે શંકાસ્પદ ઈરાની બોટ પકડી

પોરબંદર કોસ્ટલ જેટી

Indian Coast Guard: આ સમગ્ર ઓપરેશન એનસીબી તરફથી હાથ ધરવામાં આવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, કોઈ પણ એજન્સી તરફથી આ મામલે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

    પોરબંદર: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત કોસ્ટ ગાર્ડ બે શંકાસ્પદ બોટને ઝડપી પાડી છે. આ બંને બોટ ઇરાનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે બાદમાં કોસ્ટગાર્ડ જેટી ખાતે સુરક્ષા એજન્સીઓનો જમાવડો થયો છે. જેટી ખાતે એન.સી.બી, એસ.ઓ.જી અને કોસ્ટગાર્ડનો કાફલો ખડકાયો છે. તમામ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલી બોટના ક્રુ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ બોટ ઇરાન (Iranian boats captured)ની હોવાની સંભાવના છે. આ સમગ્ર ઓપરેશન એનસીબી તરફથી હાથ ધરવામાં આવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, કોઈ પણ એજન્સી તરફથી આ મામલે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.


    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    અમદાવાદ: જેલના કેદીઓ નિર્મિત વસ્તુઓ દેખાશે બ્રાન્ડેડ


    જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતો સામાન હવે ટ્રેડિશનલ અને નવા રૂપમાં દેખાય તો નવાઈ ન પામતા! NID અને જેલ વચ્ચે એક કરાર થયો છે, જેમાં NID ના વિદ્યાર્થીઓ અલગ અલગ સમાનના પેકિંગથી લઈ કઈ રીતે બ્રાન્ડિંગ થાય તેના વિશે માર્ગદર્શન આપશે. NID ના વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા જેલની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈને કેદીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ જોઈ હતી. વિદ્યાર્થીઓએ કેદીઓ નિર્મિત વસ્તુઓને કઈ રીત વધારે સારી અને બ્રાન્ડેડ બનાવી શકાય તે માટે કામ કર્યું હતું. (વાંચો સમગ્ર અહેવાલ...)

    લોખંડનો ગેટ માથે પડતા ચાર વર્ષની માસૂમનું મૃત્યું


    રાજકોટ શહેરમાં દાદીની નજર સમક્ષ જ પૌત્રીનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અંબાજી મંદિર (Ambaji Temple)નો લોખંડનો ગેટ માથે પડતા માસૂમ પૌત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહી હતી. જોકે, હોસ્પિટલે પહોંચે તે પૂર્વે જ માસૂમે અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    પંજાબી યુવતી બાદ હવે દંપતી સહિત ત્રણની MD ડ્રગ્સ સાથે ધરપકડ


    શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની એન.સી.બી.એ ધારપડક કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી લકઝરી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે NCBની ટીમે સીટીએમ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઢવીને આરોપીને 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે શહેરમાં એમડી ડ્રગ્સનો નશો કરવાના અને વેચવાના ગુનામાં એક 22 વર્ષીય પંજાબી યુવતીની ધરપકડ કરી હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: NCB, Porbandar, ગુનો, ડ્રગ્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन