Home /News /porbandar /પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન 18 ફેબ્રુઆરી સુધી રદ, આ છે કારણ

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન 18 ફેબ્રુઆરી સુધી રદ, આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

દિલ્હી અને સમગ્ર ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી વધવાની સાથે સાથે વાતાવરણ ધુંધળુ બની ગયુ છે

સૌરાષ્ટ્રનાં લોકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ઉત્તર ભારતમાં આગામી મહિને ગાઢ ધુમ્મસની શક્યતાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર (19269/19270) પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ તારીખ 27 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર, 2019 સુધી રદ્દ કરવામાં આવી છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર (19269) પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ જો કે પોરબંદર થી દર ગુરુવાર અને શુક્રવારે ઉપડે છે.

તા. 27 ડિસેમ્બર થી 15 ફેબ્રુઆરી સુધી તથા 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતીહારી એક્સપ્રેસ જો કે દર રવિવાર અને સોમવારે મુઝફ્ફરપુર થી ચલાવવામાં આવે છે. તા. 30 ડિસેમ્બર 2018 થી 18 ફેબ્રુઆરી 2019 સુધી રદ્દ રહેશે.

ઉપરોક્ત ટ્રેનમાં જે મુસાફરો દ્વારા એડવાન્સ આરક્ષણ કરવામાં આવેલા છે, તેઓને રેલપ્રશાસન દ્વારા નિયમાનુસાર સમગ્ર રકમ પરત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને સમગ્ર ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી વધવાની સાથે સાથે વાતાવરણ ધુંધળુ બની ગયુ છે. બે દિવસ પહેલા ઉત્તર ભારતમાં ધુમ્મસનાં કારણે 50 ગાડીઓ એક—ીજા સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.
First published:

Tags: North india, Railways, હવામાન