Home /News /porbandar /રાજકોટના પૂર્વ MLAના ડ્રાઇવરની ભાણેજ સાથે લગ્ન બાદ જાહેરમાં હત્યા
રાજકોટના પૂર્વ MLAના ડ્રાઇવરની ભાણેજ સાથે લગ્ન બાદ જાહેરમાં હત્યા
પ્રતિકાત્મક તસવીર
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાણઆવાવના અલ્પેશ દેવા સોંદરવા નામના એક યુવાકની પોરબંદરના કુતિયાણાના કોટડા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી.
ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાણઆવાવના અલ્પેશ દેવા સોંદરવા નામના એક યુવાકની પોરબંદરના કુતિયાણાના કોટડા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. કૌટુંબિક ભાણેજ સાથે લગ્ન કરતા આ બાબતે ખાર રાખીને બે શખસોએ હત્યા કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાણાવાવના નાગકા પ્લોટ વિસ્તારમાં રહેતો અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાની કારનું ડ્રાઇવિંગ કરતો 25 વર્ષીય અલ્પેશ દેવા સોંદરવા યુવાન શનિવારે બાઇક લઇને રાણાવાવથી કુતિયાણા તરફ જઇ રહ્યો હતો. ત્યારે કોટડા ગામ નજીક એક કારે તેનો પીછો કરી અને પાછળથી ઠોકર મારી હતી. આથી અલ્પેશ નીચે ફસડાયો હતો.
તે ઊભો થાય તે પહેલા કારમાં બેઠેલા યુવકો વિરમ મેપા પાંડાવદરા તથા મનસુખમુરુ શીંગરખિયા નીચે ઉતર્યા હતા. અને અલ્પેશને લોખંડના પાઇપ અને સળિયા વડે હુમલો કરીને તેનું માથું ફાડી નાંખ્યું હતું. ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
બનાવના પગલે પોરબંદર-રાજકોટ હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. બનાવની જાણ થતાં કુતિયાણા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અનેઆગળની કાર્યવાહી હાથધરી હતી. મૃતક અલ્પેશે છ મહિના પહેલા જ તેના પડોશમાં રહેતી વિરમની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
પરંતુ અલ્પેશ વિરમના ભાઇનો સાળો થતો હોવાથી તેણે ભાણેજ સાથે જ પ્રેમ લગ્ન કર્યા હતા. જે વિરમને પસંદ ન હોવાથી તેણે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બંને આરોપીઓને પણ જામજોધપુર તરફથી ઝડપી લેવામાં આવ્યા છે.