Home /News /porbandar /ચૂંટણીના મહાસાગરમાં ખારવા સમાજનું ખેડાણ, ખંતીલા ખારવા સમાજે માગી 5થી 6 બેઠકો

ચૂંટણીના મહાસાગરમાં ખારવા સમાજનું ખેડાણ, ખંતીલા ખારવા સમાજે માગી 5થી 6 બેઠકો

પોરબંદર સહિત કચ્છથી ઉમરગામ સુધીના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખારવા સમાજનું પ્રભુત્વ.

Assembly Elections: રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બચ્યો છે ત્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાંથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પાર્ટી સમક્ષ ટિકિટની માંગ કરતા જોવા મળી રહ્યા છે.

વધુ જુઓ ...
  પ્રતિશ શીલુ, પોરબંદર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બચ્યો છે ત્યારે આ વખતે ભાજપ- કોંગ્રેસ તરફથી કોને ટિકિટ મળશે અને કોને નહીં તેને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. ટિકિટને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી આ વખતે નવા ચહેરાઓને સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદર વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા કોણે પાર્ટી સમક્ષ ટિકિટની માંગ કરી છે તે જાણવું ખુબ જ રસપ્રદ બની ગયું છે.

  રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બચ્યો છે ત્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાંથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પાર્ટી સમક્ષ ટિકિટની માંગ કરતા જોવા મળી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાથી જુના જોગીઓ જ ચૂંટણીના મેદાનમાં ઉતરતા આવ્યા છે ત્યારે આ વખતે ભાજપ તરફથી જુના ચહેરાને બદલે નવા ચહેરાને તક આપવાની જે ચર્ચાઓ ચાલી રહી છે તે વચ્ચે પોરબંદર વિધાનસભા બેઠક માટે ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રવીણ ખોરાવાનું નામ પણ સંભવિત ઉમેદવારોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે પ્રવીણ ખોરાવાએ પણ પોતાને ટિકિટ મળે તો તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે અને પાર્ટીને વિજેતા બનાવશે તેવા વિશ્વાસ સાથે પાર્ટી સમક્ષ ટીકીટની માંગણી કરી છે.

  આ પણ વાંચો: ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો ગુજરાતમાં AAPની જીત જોવા માંગે છે: અરવિંદ કેજરીવાલ

  પોરબંદર જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષો સુધી અનેક મહત્વના હોદ્દાઓ પર રહેલ પ્રવીણ ખોરાવા રાજકારણની સાથે સામાજિક સંસ્થાઓ સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. પ્રવીણ ખોરાવા ખારવા સમાજમાંથી આવે છે અને શહેરના તમામ સમાજોમાં એક સારી એવી છાપ ધરાવે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો તેઓને ભાજપ તરફથી ટિકિટ મળશે તો તેઓ આ વિસ્તાર માટે શું મહત્વના કામો કરવા માંગે છે તે અંગે પ્રવીણ ખોરાવાએ વિસ્તારથી માહિતી આપી હતી.

  પોરબંદર સહિત કચ્છથી ઉમરગામ સુધીના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખારવા સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકો પર સમાજને પ્રતિનિધત્વ મળે તે મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખને આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી છે. ગત 2જી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પોરબંદર આવ્યા હતા ત્યારે તેઓએ પોરબંદર ખારવા સમાજની મઢીની મુલાકાત લીધી હતી આ સમયે પણ દરિયાઈ પટ્ટી પર ખારવા સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે તે માટે ખારવા સમાજના ઉમેદવારોને ટીકીટ આપવા માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હાલમાં વેરાવળ ખાતે પણ સમાજની બેઠકમાં ખારવા સમાજને જે પક્ષ ટીકીટ આપશે તેના તરફે જ સમાજ કામ કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. બારગામ ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે કે ખારવા સમાજને 5 ટીકીટ આપવામાં આવે જે રજુઆત બાદ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું હતું કે, દરેક સમાજે ટીકીટ માગવાનો હક્ક છે અને તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

  આ પણ વાંચો: અંબાજીમાં શરદ મહોત્સવની ઉજવણી, 30 હજાર દિવડાઓથી ઝગમગ્યું શક્તિપીઠ, જુઓ તસવીરો

  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરની વિધાનસભાની બેઠક રાજકીય રીતે ખુબજ મહત્વની ગણાય છે ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી તો અર્જુન મોઢવાડીયાનુ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે પરંતુ ભાજપ તરફથી આ વખતે જુના જોગીઓને જ ટીકીટ અપાઈ છે કે પછી પ્રવીણ ખોરાવા સહિત ખારવા સમાજમાથી કોઈ નવા ચહેરાને તક આપવામાં આવે છે કે કેમ તે તો આવનારા સમયમાં જ જાણી શકાશે.

  ગુજરાત વિધાનસભાની ચુટણી નજીક આવતી જાય છે ત્યારે દરેક સમાજ પોતાનુ શકિત પ્રદર્શન કરતા જોવા મળે છે. ત્યારે ગીર સોમનાથ ના વડામથક વેરાવળ ખાતે પણ ગુજરાત ખારવા સમાજ ની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમા ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ સુનીલ ગોહેલ, ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ જીતુ કુહાડા, અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા તેમજ જાફરાબાદ, વાપી ,વલસાડ , સૂરત, દીવ , વેરાવળ સહીત ગુજરાત ભરમાંથી ખારવા સમાજના પ્રમુખો અને આગેવાનોની બહોળી ઉપસ્થિત રહી મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમા વર્ષોથી ખારવા સમાજ ભાજપ સાથે જોડાયેલ છે અને હાલતો 95 % ખારવા સમાજ ભાજપ સાથે જોડાયેલ છે. ત્યારે ગુજરાત મા દરેક સમાજનો ટીકીટની ફાળવણીમા સમાવેશ કરવામા આવે છે અને માત્ર ખારવા સમાજને જ બાદ કરવામા આવે છે. ત્યારે આ બાબતે તમામ ખારવા સમાજ રોષે ભરાયો હતો અને ગુજરાત મા કુલ 6 બેઠકો પર ખારવા સમાજ ની ટીકીટની માંગણી કરવામા આવશે. જેમાં ખારવાનું પ્રભુત્વ ધરાવતી બેઠકોની વાત કરીએ તો પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, વલસાડ, નવસારી અને ભરૂચ, આમ કુલ 6 બેઠકો પર ખારવા સમાજ એ ભાજપમાંથી ટિકિટ ની માગણી કરશે અને તેમ છતા પણ જો આ વિધાન સભામા ખારવા સમાજની અવગણના થશે તો તમામ ખારવા સમાજ ભાજપ વિરુદ્ધ જવામાં પણ અચકશે નહિ. તેવો સૌ કોઇએ નિર્ણય લીધો હતો. તેમજ ગુજરાત ખારવા સમાજનું એક પ્રતીનીધીમંડળ આગામી દિવસોમા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય ગૃહપ્રધાન અને વડાપ્રધાન ને રુબરુ મળી રજૂઆત કરશે. અને માછીમારોની સમસ્યાનો હલ લાવવા માટે ખારવાસમાજ નુ પ્રતીનીધીત્વ કરે તેવો ધારાસભ્ય વિધાનસભામા હોવો જોઇએ તેવી રજૂઆત કરવામા આવશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly elections, ગુજરાત, પોરબંદર

  विज्ञापन
  विज्ञापन