Home /News /porbandar /Porbandar News: ભરશિયાળે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચાવા માટે આવી, અધધધ રૂપિયા 501 ભાવ બોલાયો

Porbandar News: ભરશિયાળે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચાવા માટે આવી, અધધધ રૂપિયા 501 ભાવ બોલાયો

ભરશિયાળે કેસર કેરીનો ફાલ આવતા ખેડૂતોમાં કૂતુહલ

Porbandar News: શિયાળો બરાબર જામી ગયો છે ત્યાં એક રસદાર સમાચાર સામે આવ્યાં છે કે, પોરબંદરના કેટલાક ખેડૂતોની આંબાવાડીમાં ભરશિયાળે કેસર કેરીનો ફાલ આવ્યો છે. તેને લઈને ખેડૂતો સહિત વેપારીઓમાં પણ ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે

    પ્રતિશ શીલુ, પોરબંદરઃ શિયાળો બરાબર જામી ગયો છે ત્યાં એક રસદાર સમાચાર સામે આવ્યાં છે કે, પોરબંદરના કેટલાક ખેડૂતોની આંબાવાડીમાં ભરશિયાળે કેસર કેરીનો ફાલ આવ્યો છે. તેને લઈને ખેડૂતો સહિત વેપારીઓમાં પણ ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે અને આશ્ચર્ય પણ જોવા મળ્યું છે.

    કેસર કેરીની હરાજી કરવામાં આવી


    પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે-ત્રણ મહિના પહેલાં આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે અને કોઈ કોઈ આંબામાં કેરીની આવક થતા આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. ત્રણ કેરેટ કેરી એટલે કે 60 કિલો કેરીની આવક થતા કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. ભરશિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વહેંચીને કેરીને આવકારી હતી અને હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. સાડા ત્રણસો રુપિયા કિલોથી શરુ થયેલી હરાજી આખરે 501 રુપિયે કિલો કેરીનો ઉંચો ભાવ બાલાયો હતો અને પ્રથમ વખત હરાજીમાં જ કેરીનો 501 જેટલા ઉંચા ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

    ખેડૂતોમાં આશ્ચર્ય જોવા મળ્યું


    પોરબંદર જિલ્લાના બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલી ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડાં વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દરવર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીની અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનારા ખેડૂતોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું છે. આ સાથે આટલા મહિના પહેલાં કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Kesar keri, Kesar mango, Porbandar News

    विज्ञापन