Home /News /porbandar /ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું દરિયામાં દિલધડક ઓપરેશન, ઈરાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ પકડ્યું
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું દરિયામાં દિલધડક ઓપરેશન, ઈરાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ પકડ્યું
પોરબંદરમાંથી મળી આવ્યું ડ્રગ્સ, (ભારતીય કોસ્ટ ગાર્ડની ફઆઇલ તસવીર)
ઈરાનથી (Iran Boat With Petrol Caught with Heroin) પેટ્રોલની આડ માં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતીATSને મળી હતી અને જે માહિતીના આધારે ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરી 7 ઈરાની લોકો (Seven Iranian Caught With Heroin) સાથે ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
નવીન ઝા, અમદાવાદ : દેશના યુવાધનને બરબાદ કરવા દેશમાં ડ્રગ (Drugs Racket) ઘુસાડવા વારંવાર પ્રયત્ન કરવા માં આવે છે, ત્યારે વધુ એક વાર ગુજરાતATS અને કોસ્ટ ગાર્ડ એ પોરબંદ ના દરિયામાં થી 30-35 કિલો હેરોઇન સાથે 7 લોકોની (Gujarat ATS Indian Cost Guard Caught Drugs fromPorbandar Sea) ધરપકડ કરવામાં આવી છે. આ બોટ ઈરાનથી (Iranina Boat) આવતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી ડ્રગ ઘુસાડવા અનેક વાર પ્રયત્ન કરવા માં આવે છે પરંતુ પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તેને પકડી પાડવા માં આવી રહ્યું છે. ઈરાનથી (Iran Boat With Petrol Caught with Heroin) પેટ્રોલની આડ માં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતીATSને મળી હતી અને જે માહિતીના આધારે ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરી 7 ઈરાની લોકો (Seven Irani Caught With Heroin) સાથે ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
ATS દ્વારા આ ઈરાનીઓ અને ડ્રગ્સને પોરબંદર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના છે તે પ્રકારની માહિતી મળી હતી પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી જે માહિતીATSને મળી ગઈ હતી અને ATSએ તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે.
જોકે, સમગ્ર કેસમાં પાકિસ્તાન નો કોઈ રોલ છે કે કેમ અને કોના ઈશારે અને ભારતમાં કોણે આ ડ્રગ મંગાવ્યું છે તે તમામ સવાલોના જવાબ મેળવવા ATS કાર્યવાહી કરી રહી છે. મહત્વ નું છે કે એક વાત એ પણ સામે આવી રહી છે કે દરિયામાં જ્યારેATSની ટિમ આ બોટની પાછળ પડી ત્યારે એ લોકો ભાગી રહયા હતા અને તેમની બોટ બંધ પડી ગઈ. હાલ તેમની બોટ ને પણ ટો કરી લાવવામાં આવી રહી છે. ગુજરાત ATSનો ચાતક ડોળો, ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ
જુલાઈ મહિનામાં ગુજરાત એ.ટી.એસ.એ 2675 કરોડના કુલ 4 ડ્રગ કેસ (Drugs Case)માં ફરાર આરોપી શાહિદ સુમરા (Shahid Sumra)ની દિલ્હીથી ધરપકડ કરી હતી. ડ્રગના રૂપિયા નાર્કો ટેરરમાં ઉપયોગ થતા હોવાની માહિતી ત્યારે સામે આવી હતી. નોંધનીય છે કે, આરોપી isiના ઈશારે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. શાહિદ કાસમ સુમરાની ગુજરાત ats એ ધરપકડ કરી અનેક ખુલાસાઓ કર્યા છે. આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી.
દરમિયાન ફરી એકવાર ટીપના આધારે ગુજરાત એ.ટી.એસ દ્વારા કોસ્ટગાર્ડને સાથે રાખી અને ઈરાનની બોટમાંથી કરોડો રૂપિયાનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે. 30 કિલો હેરોઇનની કિંમત આશરે 250 કરોડ રૂપિયા જેટલી થતી હોવાની વાત છે. આ પૈસા આતંકવાદમાં જ ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી એક પછી એક ઓપરેશન દ્વારા એટીએસ દ્વારા ડ્રગ્સ માફિયાઓના પ્લાન નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.