Home /News /porbandar /Junagadh: ભાઇબીજ પર સૌરાષ્ટ્રનો અહીં દરિયો જાય છે પોતાની બહેનને મળવાં!

Junagadh: ભાઇબીજ પર સૌરાષ્ટ્રનો અહીં દરિયો જાય છે પોતાની બહેનને મળવાં!

X
માધવપુરના

માધવપુરના માનવ મહેરામણ અંગે આશિષ પરમારનો ગ્રાઉન્ડ રિપોર્ટ

માધવપુરના મેળામાં દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય છે. અહીં એક લોકવાયકા છે કે માધવપુરનો દરિયો ભાઈબીજના દિવસે પોતાની બહેનને મળવા જતો હોય છે. જેથી દરિયો પૂરો દિવસ શાંત રહે છે.

    Ashish Parmar Madhavpur : News 18 લોકલની ટીમે માધવપુર ગામની મુલાકાત લીધી હતી જેમાં માધવપુરના મેળામાં દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય છે. અહીં એક લોકવાયકા છે કે માધવપુરનો દરિયો ભાઈબીજના દિવસે પોતાની બહેનને મળવા જતો હોય છે. જેથી દરિયો પૂરો દિવસ શાંત રહેતો હોવાથી રાજ્યભરમાંથી લોકો અહીં દરિયામાં નાહવા માટે પરિવાર સાથે ઉમટી પડતા હોય છે. સવારથી જ દરિયા કાંઠા પર લોકોની ભારે ભીડ ઉમટી હતી અને પોતાના પરિવાર સાથે દરિયામાં નાહવા માટે મજા લીધી હતી

    ભાઈબીજ નો દિવસ દરિયો શાંત રહે છે

    અહીં એક લોકવાયકા છે કે ભાઈ બીજના દિવસે દરિયો પોતાની બહેનને મળવા માટે જાય છે. જેથી આ સંપૂર્ણ દિવસ દરિયો શાંત રહે છે અને આ દિવસે અહીં ભરપૂર પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ માનવ મહેરામણથી મેળા જેવો માહોલ ઉભો થાય છે અને સમગ્ર પંચકમાં દૂર દૂરથી લોકો આવતા હોય અહી લોકો માટે રોજગારીની અનેક તકો ઊભી થાય છે.

    અનેક લોકોને રોજગાર આપે છે આ મેળો

    અહીં સ્થાનિક લોકો સૌથી વધુ નારિયેળ ના વેપાર સાથે સંકળાયેલા છે. અહીં ઊંટ ઘોડાગાડી તથા ખાણીપીણીના સૌથી વધુ ધંધાર્થીઓ દરિયાઈ પટ્ટી પર વસેલા છે. જેથી આ મેળા જેવા માહોલમાં દૂર દૂરથી લોકો આવતા હોય અહીંના સ્થાનિકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી કારણ કે સ્થાનિક વેપારીઓએ પણ દિવાળીના દિવસોમાં અને જ્યારે માધવરાય નો મેળો હોય છે ત્યારે જ સાચી કમાણીનો અવસર રહે છે તેવું જણાવ્યું હતું.

    પાડોશી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી ઉમટે છે લોકો

    માધવપુરનો જિલ્લો પોરબંદર છે પરંતુ અહીંના પાડોશી જિલ્લા જે જુનાગઢ ગીર સોમનાથના તો ઠીક પરંતુ સમગ્ર રાજ્યમાંથી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મેટ્રોસિટી માંથી પણ લોકો પરિવાર સાથે અહીં ઉમટી પડે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાત હવે પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે રજાના સમયગાળામાં અને તહેવાર સમયે લોકો હવે પરિવાર સાથે ગુજરાત બહાર જવાની બદલે અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લે છે અને પોતે આ સમગ્ર માહિતી લઈને ખુશી નો અનુભવ કરે છે. આ ઉપરાંત તહેવાર સમયે અનેક લોકોને રોજગારી મળી રહેતી હોવાથી વેપારીઓને પોતાનો તહેવાર પણ ઉજળો બન્યાનો અહેસાસ થયા વગર રહેતો નથી.
    First published:

    Tags: Porbandar, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन