Home /News /porbandar /Porbandar:  ચાલવુ પણ મુશ્કેલ પડે તે ઉંમરે દાદીમાએ દોડ લાગવી, ચક્ર ફેક્યું, જોનારા જોતા રહી ગયા

Porbandar:  ચાલવુ પણ મુશ્કેલ પડે તે ઉંમરે દાદીમાએ દોડ લાગવી, ચક્ર ફેક્યું, જોનારા જોતા રહી ગયા

પોરબંદરમાં સિનિયર સિટીજન મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા દાદીમાએ દોડ લગાવી અને રસ્સા ખેંચ સહિતની સ્પર્ધામા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે નારી રત્ન સન્માન સમારોહ યોજાયો.

પોરબંદરમાં સિનિયર સિટીજન મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા દાદીમાએ દોડ લગાવી અને રસ્સા ખેંચ સહિતની સ્પર્ધામા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે નારી રત્ન સન્માન સમારોહ યોજાયો.

Gayatri Chauhan, Porbandar: 55-60 વર્ષની ઉંમરે ચાલવુ પણ ક્યારેક મુશ્કેલ બની જતું હોય છે. દાદા-દાદી બન્યા બાદ પરિવારનાં મોભીની જવાબદારી સાથે બાળકોને વાર્તા સંભળાવતાં હોય છે4 ત્યારે પોરબંદરમાં 60 વર્ષથી ઉપરનાં 167 જેટલા સિનિયર સિટીજન મહિલાઓેએ દોડ લગાવી હતી. રસ્સા ખેંચ કરી હતી. ચક્ર પણ ફેંક્યુ હતું અને યોગાસન પણ કર્યાં હતા. દાદીમાંની આ દોડ રોમાંચક બની રહી હતી. આ પ્રસંગે નારીરત્નનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.


સિનિય સીટીજન મહીલા માટે નીઆ સ્પર્ધાનું ઉદ્‌ઘાટન જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ હિરલબા જાડેજા, ડી.વાય.એસ.પી. નિલમ ગૌસ્વામી, જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષ જીલડીયા, યોગ બોર્ડનાં હાર્દિકભાઇ તન્ના સહિતનાં મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિનિયર સિટીજન મહિલાઓ માટે યોજાયેલી સ્પર્ધામાં કુલ 72 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નારી રત્નનુ સન્માન કરવામા આવ્યુ
કાર્યક્રમનાં પ્રારંભે નારી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુંp જેમાં સોનલબેન કડછા, શાંતીબેન ભુતીયા, કાજલબેન વાઘેલા, ર્નિમળાબેન મહેતા, ભુમિકાબેન મોઢવાડીયા, નીધીબેન શાહ, ડો.ચેતનાબેન તિવારી, પ્રિન્સી જેઠવા, પ્રવિણાબેન પાંડાવદરા, ર્નિમળાબેન મહેશ્વરી, હિરલબા જાડેજા અને નિયાબેન મોઢવાડીયાનું મહિલા અગ્રણીઓના હસ્તે સન્માન સન્માન કરવામાં આવ્યું હતું.શહેર અને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ ઉત્સાહ દાખવ્યોપોરબંદર આજે 60 ઉપરના મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા સૈાથી મહિલાઓ રાણાકંડોરણા, ભોદ અને મોકર સહિતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ ભાગ લીધો હતો.


આરોગ્યની ટીમ તૈનાત કરવામા આવી
પોરબંદરમા સિનિયર સીટીઝન મહિલાઓ માટે યોગાસન,ચેસ તેમજ એથ્લેટીકસની રમતનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સમયે આરોગ્ય વિભાગની એક ટીમ તૈનાત રાખવામા આવી હતી. આ સ્પર્ધા દરમિયાન કોઈ વિધ્ન આવ્યુ ન હતુ અને શાંતિપૂર્ણ રીતે સ્પર્ધા સંપન્ન થઈ હતી મહીલાઓ માટે લીંબુ પાણીની તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી હતી.
First published:

Tags: Local 18, Porbandar News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો