Home /News /porbandar /ગુજરાતમાં 500 કરોડનું ડ્રગ્સ ઘૂસડનારા મુખ્ય બે આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં 500 કરોડનું ડ્રગ્સ ઘૂસડનારા મુખ્ય બે આરોપીઓની ધરપકડ

ગુજરાત એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમી મળ્યાના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું.

ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા હતા.

નવીન ઝા, અમદાવાદ: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં  500 કરોડ રુપિયાના ડ્રગ્સ દરિયાઇ માર્ગથી ઘૂસાડવાના કૌભાંડનો પદાર્ફાશ થયો હતો. ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા હતા. આ કેસનાં મુખ્ય બે આરોપીઓ કે જે ભારતમાં ડ્રગ લેતા અને વેચતા હતાં તેમની પણ આજે ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંન્ને આરોપીઓ મુંદ્રા અને દિલ્હીથી ઝડપાયા છે. હાલ બંન્ને સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું

ગુજરાત એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમી મળ્યાના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું.

પાકિસ્તાનથી આવ્યું હતું ડ્રગ્સ

દરિયાઇ માર્ગ દ્વારા પોરબંદરથી આશરે 100 કિલો કે જેની કિંમત 500 કરોડ રુપિયાના ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવાનું કૌભાંડ હતું. જેનો એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમીક માહિતીના આધારે આ કૌભાંડમાં પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ મોકલાયું હતું. જેમાં પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફિયાઓ રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. પરંતુ અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી.
First published:

Tags: Gujarat ATS, ડ્રગ્સ