ભારતીય હવામાન વિભાગએ અગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ગોવા, મુંબઈમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, અગામી 24 કલાકમાં તટીય કર્ણાટકમાં ભારે વરસાદ વરસી શકે છે. તો પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડુ આવી શકે છે.
ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરાઈ હવામાન વિભાગનું કહેવું છે કે, 12 અને 13 જૂને અરબ સાગરમાં 110 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તો, 13 જૂને ગુજરાત અને મહારાષ્ટ્રના દરીયા કાંઠાના વિસ્તારોમાં 65થી 75 કિમીની ઝડપે પવન ફૂ્ંકાવાનું અનુમાન છે. આ ચક્રવાતી તોફાનની અસર હશે. અરબ સાગરમાં ચક્રવાતી તોફાનની ઓળખ કરવામાં આવી છે. આ ધીરે ધીરે કેરળ તરફ વધે તેવી આશંકા છે.
અત્યાર સુધી ક્યાં પહોંચ્યું ચોમાસુ કેરળ અને કર્ણાટકની સાથે તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસુ પહોંચી ગયું છે. આ બાજુ, હવામાન વિભાગે અગામી 24 કલાકમાં તામિલનાડુ, કેરળ અને કર્ણાટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવાાન વિભાગે કહ્યું કે, ચોમાસુ આગળ વધવા માટે માહોલ અનૂકુળ છે અને અગામી 48 કલાકમાં તે ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ પોતાની હાજરી દર્શાવશે.
હવમાના વિભાગે પોતાના તાજા બુલેટીનમાં દક્ષિણ-પૂર્વ અરબ સાગરની આસપાસના વિસ્તારોમાં માછીમારોને દરીયામાં ન જવાની ચેતવણી આપી છે. જેમાં લક્ષ્યદ્વીપ, કેરળ અને કર્ણાટકના દરીયાકાંઠાના વિસ્તારો પર 10 અને 11 જૂને ખતરો મંડરાઈ રહ્યો છે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોથી પણ માછીમારોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી. હવામાન વિભાગનું કહેવું છે કે, જે લોકો સમુદ્રથી વધારે અંદર છે તેમને સલાહ આપવામાં આવી છે કે, તે પાછા કાંઠા પર આવી જાય.