Home /News /porbandar /પોરબંદરની કુતિયાણા બેઠકમાં આવ્યો રાજકીય વળાંક, કોંગ્રેસે કરી ભાજપ નેતાને ખાસ ઓફર!

પોરબંદરની કુતિયાણા બેઠકમાં આવ્યો રાજકીય વળાંક, કોંગ્રેસે કરી ભાજપ નેતાને ખાસ ઓફર!

કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપના નેતાને ઓફર

Gujarat election 2022: વિધાનસભા ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામી ચૂક્યો છે. ચારેય બાજુ રાજકીય કાવાદાવાનું બજાર ગરમ જોવા મળી રહ્યુ છે. તેવામાં પોરબંદરની ચર્ચાસ્પદ કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું અજીબોગરીબ નિવેદન સામે આવ્યું.

પોરબંદર: વિધાનસભા ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામી ચૂક્યો છે. ચારેય બાજુ રાજકીય કાવાદાવાનું બજાર ગરમ જોવા મળી રહ્યુ છે. તેવામાં પોરબંદરની ચર્ચાસ્પદ કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું અજીબોગરીબ નિવેદન સામે આવ્યું. ભાજપ દ્વારા કુતિયાણા બેઠક પર ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ટિકિટ જાહેર કરાયા પહેલા ભાજપ હાઈકમાન્ડ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ઓડેદરાને ફોન કરીને ટિકિટ આપ્યાની જાણ કરાઈ હતી.

ઉમેદવારી પરત લેવાની પણ જાહેરાત


આ સાથે જ જાહેર કરાયેલી યાદીમાં કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભાજપે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટીકીટ આપી દેતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ દ્વારા રમેશ ઓડેદરાને ટીકીટ નહી આપતા કોંગ્રેસનાં ઉમેદવાર નાથા ઓડેદરાએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી રમેશ ઓડેદરાને ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા ઓફર કરી હતી. આ ઉપરાંત કુતિયાણા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઓફર કરી પોતાની ઉમેદવારી પરત લેવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો: આ શું આચારસંહિતા વચ્ચે પૈસાની હેરાફેરી? સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપના ઉમેદવારને ઓફર


કોંગ્રેસનાં નાથા ઓડેદરાને તેમની આવી જાહેરાત પાછળનું કારણ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, રમેશ ઓડેદરા એક સામાન્ય લોકોના નેતા છે, તેમની સાથે થયેલો અન્યાય અયોગ્ય હોવાથી કોંગ્રેસમાં આવી લડવાની જાહેરાત કરવાનું જણાવ્યું હતું. પોરબંદર અને રાજકીય વર્તુળોમાં કોંગ્રેસ ઉમેદવાર નાથા ઓડેદરાનું અનોખું નિવેદન ચર્ચાનુ કારણ બન્યું છે. રાજકારણમાં અત્ચારે માહોલ જોવા મળી રહ્યો છો. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપના ઉમેદવારને એક ઓફર આપવામાં આવતા માહોલ ગરમાયો છે.


કુતિયાણાના બેઠકની ચૂંટણીમાં નવો વળાંક


ઉલ્લેખનીય છે કે, કુતિયાણાના બેઠકની ચૂંટણીમાં નવો વળાંક જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપના નેતાને મોટી ઓફર કરવામાં આવે છે. રમેશ ઓડેદરાને ઓફર આપતા કહ્યું કે, રમેશભાઈ કોંગ્રેસમાં આવે તો હું ફોર્મ પરત ખેંચી લઈશ અને તેમને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં આવી ગઈ છે.
First published:

Tags: Assembly Election, Assembly Election 2022, BJP Vs Congress, Gujarat Elections, Porbandar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો