Home /News /porbandar /સુદામા નગરીમાં સમાજ VS સમાજના સોગઠાં: પોરબંદર બેઠક પર એક સમાજના બે દિગ્ગજ ચહેરા સામ સામે

સુદામા નગરીમાં સમાજ VS સમાજના સોગઠાં: પોરબંદર બેઠક પર એક સમાજના બે દિગ્ગજ ચહેરા સામ સામે

પોરબંદર સીટના મેર સામે મેર ઉમેદવાર બાબુ બોખીરીયા અને અર્જુન મોઢવાડિયા

Gujarat assembly election 2022: જ્યારે એક સમાજના બે દિગ્ગજ ચહેરા સામ સામે ટકરાય ત્યારે પરીક્ષા મતદારોની થતી હોય છે. ત્યારે વાત પોરબંદર સીટના મેર સામે મેર ઉમેદવાર બાબુ બોખીરીયા અને અર્જુન મોઢવાડિયાની.

    પ્રતિશ શીલુ, પોરબંદર: ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદર બેઠક મહત્વની છે જ, પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક એપીસેન્ટર સમાન ગણાય છે. આમ તો પોરબંદર બેઠક ભાજપ માટે સલામત બેઠક છે, પણ જ્યારે એક સમાજના બે દિગ્ગજ ચહેરા સામ સામે ટકરાય ત્યારે પરીક્ષા મતદારોની થતી હોય છે. ત્યારે વાત પોરબંદર સીટના મેર સામે મેર ઉમેદવાર બાબુ બોખીરીયા અને અર્જુન મોઢવાડિયાની...

    દરિયાકાંઠે વસેલું શહેર અંગ્રેજોના શાસનમાં રજવાડું હતું

    પોરબંદર શહેર મહાત્મા ગાંધીજીની તથા સુદામાની જન્મ ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે. ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વસેલું શહેર અંગ્રેજોના શાસનમાં રજવાડું હતું. રાજ્યકર્તાઓ તરીકે જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા. બાદમાં ક્રમશઃ વિકસીત આ શહેર હાલ આંતરરાષ્ટ્રી પ્રવાસન સ્થળ છે. અગાઉ જૂનાગઢમાં જોડાયેલી આ બેઠક 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી દરમિયાન પોરબંદર લોકસભા બેઠક તરીકે અલગથી અસ્તિત્વમાં આવી. આમ તો આ બેઠક ભાજપનો ગઢ મનાય છે પણ જ્યારે એક જ સમાજના બે નેતા સામ સામે હોય તો સમાજ કોને પસંદ કરે તે મહત્વનું છે.

    આ પણ વાંચો: જામનગર ઉત્તર બેઠક પર એક જ સમાજના બે ચહેરા વચ્ચે જંગ

    સમાજ કોને સાચવી લેશે તે જોવાનું રહેશે

    પોરબંદર જિલ્લાની 83-પોરબંદર વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અને ઉમેદવારો માટે ગત ચૂંટણીની જેમ આ વખતે પણ પ્રતિષ્ઠાના જંગ સમાન છે. ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપે વર્તમાન ધારાસભ્ય બાબુ બોખીરીયાને ટિકિટ આપી છે તો સામે પક્ષે કોંગ્રેસ તેના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાને ફરી એક વખત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મેદાનમાં ઉતારેલા ઉમેદવાર સ્થાનિક પ્રભુત્વ ધરાવતી મેર કોમ્યુનિટીના બાહુબલી નેતાઓ હતા. અનેક વખત એકબીજાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને રાજ્યના પાણી સંશાધન અને ખેતીવાડી પ્રધાન બાબુભાઈ બોખિરિયા ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં આમને સામને આવ્યા હતા. જેમાં ભાજપના બાબુભાઈ બોખિરિયાની ભવ્ય જીત થઇ હતી. પોરબંદર વિધાનસભા બેઠક પર છેલ્લી બે ચૂંટણીઓથી ભાજપના બાબુ બોખીરીયા સતત વિજેતા થતા આવ્યા છે. આ વખતે જો તેઓ જીતશે તો તે જીતની હેટ્રિક મારશે અને કોંગ્રેસ હારશે તો મોઢવાડીયા સતત ત્રીજી વખત હારશે. સમાજ કોને સાચવી લેશે તે જોવાનું રહેશે.

    મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના કદાવર અને મહત્વના નેતા છે

    મિકેનિકલ એન્જિનિયર મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના કદાવર અને મહત્વના નેતા છે. 2004-2007 સુધી તેમણે વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ ગ્રહણ કર્યું હતું, તો 2012ના ચૂંટણી પરીણામો સુધી તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે પણ હતા. જેમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તો B.Sc કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ ભાજપના ઉમેદવાર બાબુ બોખિરિયા કેશુભાઈ પટેલની સરકારથી લઈને મોદી સરકાર સુધી મંત્રીપદે રહ્યા છે.

    છેલ્લી 4 ચૂંટણીના પરિણામો

    2017 - બાબુભાઇ બોખિરિયા - ભાજપ
    2012 - બાબુભાઇ બોખિરિયા - ભાજપ
    2007 - અર્જુન મોઢવાડીયા - કોંગ્રેસ
    2002 - અર્જુન મોઢવાડીયા - કોંગ્રેસ

    પોરબંદર જાતિગત સમીકરણ

    મેર -28%
    બ્રાહ્મણ- 13.2%
    ખારવા-10%
    દલિત- 6%
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Porbandar News

    विज्ञापन
    विज्ञापन