Home /News /porbandar /porbandar : ભગવાનનાં લગ્નની આવી છે તૈયારી, વરપક્ષને આપવામાં આવે ગુપ્ત નિશાની

porbandar : ભગવાનનાં લગ્નની આવી છે તૈયારી, વરપક્ષને આપવામાં આવે ગુપ્ત નિશાની

માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવને  લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરે વિવાહ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો કન્યાપક્ષ એટલે કે રૂક્ષ્મણી મંદિર ખાતે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવને  લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરે વિવાહ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો કન્યાપક્ષ એટલે કે રૂક્ષ્મણી મંદિર ખાતે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
Gayatri Chauhan, porbandar : ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. વર અને કન્યા બન્ને પક્ષે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરે માધવરાયને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. બે દિવસથી ભગવાનની વર્ણાંગી નીકળે છે. રૂડા લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે. બીજી તરફ રૂક્ષ્મણીજીનાં મંદિરે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહિં મંદિરને શણગાર કરવામાં આવ્યો છે. રૂક્ષ્મણી માતાને વિશેષ શણગાર કરવામાં આવે છે. જે સ્થળે રવિવારે ભગવાનનાં લગ્ન થવાનાં છે, તે ચોરીમાયરા ખાતે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ આધુનિક લગ્ન મંડપ પણ તૈયાર કરવામાં આવયો છે આ રીતે વર અને કન્યા બન્ને પક્ષે વિવાહ ઉત્સવને લઈને ભારે ઉમંગ જાેવા મળી રહ્યો છે.



રૂક્ષ્મણી માતાજીને વિશેષ શણગાર
માધવપુરમા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ ઉત્સવને લઈ ભારે આનંદ જોવા મળી રહ્યો છે. રૂક્ષ્મણીજીના મંદિર ખાતે પણ ખાસ તૈયારીઓ ચાલી રહી છે. હાલ વિવાહ ઉત્સવને લઈ માતાજીને વિશેષ શણગાર કરવામા આવે છે અને રાજભોગ ધરવામા આવે છે.


ભગવાનના લગ્ન માટે ખાસ મંડપ બનાવામા આવ્યો
માધવપુરના મધુવન જંગલમા જયાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ થાય હતા, તે સ્થળને હાલ રોશનીથી શણગારવા આવ્યુ છે. તેમન લગ્ન માટે ખાસ મંડપ તૈયાર કરવામા આવ્યો છે અને મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા કરવામા આવી છે.


સામૈયા સમયે ગુપ્ત નિશાની આપવામા આવે છે
માવધપુરમા ભગવાનના લગ્ન ઉત્સવની ઉજવણી વર્ષોથી કરવામા આવે છે. વિવાહ ઉત્સવની ઉજવણીની ધાર્મિક પરંપરા યથાવત છે. બારસના દિવસે ભગવાનના લગ્ન થાય છે. તે દિવસે રૂક્ષ્મણી મંદિરેથી સામૈયા લઈ અને માધવરાય મંદિરે જાય છે અને જાન લઈ વ્હેલા પધારવા નિમંત્રણ આપવામા આવે છે, તે સમયે વર પક્ષને એક ગુપ્ત નિશાની આપવામા આવે છે. આ પરંપરા અંગે એવી માન્યતા છે, લગ્ન સમયે ગુપ્ત નિશાની કન્યા પક્ષને આપવામા આવે છે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Porbandar News