Gayatri Chauhan, Porbandar: વિશ્વ જળ દિવસે રાજય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળીયાએ મોકર સાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ મોકર સાગર વેટલેન્ડના વિકાસ માટે સરકારે રૂપિયા 200 કરોડનો પ્રોજેકટ તૈયાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. જળ સંપતિ અને ટુરીઝમ વિભાગના સંયુકત ઉપક્રમે પ્રોજેકટ હાથ ધરવામા આવશે અને ત્રણ તબકકામા કામગીરી કરવામા આવશે. મોકર સાગરના વિકાસથી પ્રવાસનને વેગ મળશે. દરિયા ખારાશ આગળ વધતી અટકશે અને ખેડૂતોને સિંચાઈના પાણીનો પણ લાભ મળશે. મોકર સાગર વેટલેન્ડના વિકાસની જાહેરાતને પગલે પોરબંદરવાસીઓમા ખુશી જોવા મળી રહી છે.
પોરબંદરની પ્રકૃતિ ધ-યુથ સોસાયટીના પ્રમુખ અને પક્ષી પ્રેમી ડો. સિધ્ધાર્થ ગોકાણી એ મોકર સાગર વેટલેન્ડના વિકાસ માટે નુ સ્વપ્ન વર્ષ 2008મા જોયુ હતુ. તેમણે મોકર સાગર વેટલેન્ડ વિકાસનો એક પ્રોજકેટ તૈયા કર્યો હતો અને અંગે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બે વખત રૂબરૂ મળી અને રજુઆત કરી હતી. સફળ રહી હોય તેમ સરકારે મોકર સાગર વેટલેન્ડના વિકાસ માટે રૂપિયા 200 કરોડનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. તેની જાહેરાત કરવામા આવી છે.
પોરબંદરના મોકર સાગર વેટલેન્ડના વિકાસ માટે રૂપિયા 200 કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામા આવ્યો છે. જેની કામગીરી ત્રણ તબકકામા કરવામા આવશે આ પ્રોજેકટના કારણે પ્રવાસન ને વેગ મળશે સાથે પક્ષીઓનુ સરક્ષણ પણ થશે તેવુ પર્યાવરણ પ્રેમીઓએ જણાવશે
પોરબંદરના મોકર સાગર વેટલેન્ડના વિકાસનો પ્રોજેકટ તૈયાર કરવામા આવ્યો છે. જેમા બર્ડ વોચીગ ટાવર, પ્રાવસીઓ માટે ફુડ ઝોન બનવામા આવશે. તેમજ પાણીને રોકવા ખાસ પ્રોટેશન દિવલ પણ બનાવામા આવશે. હાલ રહેલા બર્ડ વોચીગ ટાવર જર્જરીત જોવા મળી રહ્યા છે. પરંતુ વિકાસના પ્રોજેકટને લઈ મોકર સાગર વેટલેન્ડ નયન રમ્ય બની રહેશે.