Home /News /porbandar /Porbandar: ડુક્કર પકડવાનાં કોન્ટ્રાકટનાં મનદુ:ખમાં આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ, હાલત ગંભીર

Porbandar: ડુક્કર પકડવાનાં કોન્ટ્રાકટનાં મનદુ:ખમાં આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ, હાલત ગંભીર

X
સીટી

સીટી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

પોરબંદરમાં ડુક્કર પકડવાનાં કોન્ટ્રાકટનાં જુદા મનદુ:ખમાં આધેડ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાં છે. જેમાંથી બે ગોળી લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યાં છે.

Pratish Shilu, Porbandar: પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલા વાછરાડાના મંદિર નજીક રહેણાક વિસ્તારમાં સવારના સમયે ફાયરિંગની ઘટના સામે આવી હતી.જુના મનદુઃખના કારણોસર સતોક સીંગ કરતારસીંગ દૂધાણી નામના આધેડ પર 4  રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 2 ગોળી સતોકસીંગને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આધેડને જામનગર ખસેડવામાં આવ્યાં

ફાયરિંગમાં ઈજા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનાને લઈને સીટી ડીવાયએસપી નીલમ ગોસ્વામી સહિત ઉદ્યોગ નગર પોલીસ અને એસ ઓ જી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટને લઇ ફાયરિંગ થયું

ફાયરિંગની ઘટનાને લઈને સીટી ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આરોપીઓ અને ઈજાગ્રસ્ત સતોક સીંગ વચ્ચે ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ બાબતના જુના મનદુઃખને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું છે.



જેમાં અંદાજીત ત્રણ જેટલા આરોપીઓ દ્વારા સતોક સીંગ ઉપર ચાર જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે.સમગ્ર ઘટનાને લઈને પોરબંદર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Crime news, Local 18, Porbandar News