Home /News /porbandar /વનવિભાગ દ્વારા માંગરોળના દરિયા કાંઠેથી સિંહ રેસ્ક્યૂ કરાયો

વનવિભાગ દ્વારા માંગરોળના દરિયા કાંઠેથી સિંહ રેસ્ક્યૂ કરાયો

વન વિભાગે સિંહને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો.

વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું તેમ છતાં ભારે પવન અને વરસાદના કારણે રેસ્ક્યૂ ઑપરેશન જારી

ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત રાજ્યના દરિયા કાંઠે સભવિત ત્રાટકનાર વાવાઝોડું વાયુ ઓમાન તરફ ફંટાયુ હવાના અહેવાલની વચ્ચે તંત્ર ખડેપગે છે. તંત્ર દ્વારા હજુ પણ ભારે વરસાદ અને પવનની ફૂંકાવાની ભીતિએ ઠેરઠેરરેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરાયા છે. જાનમાલ સાથે વન્ય જીવોની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન વનવિભાગે દરિયાકાંઠે વિહરાતા એક વનરાજને રેસ્ક્યૂ કરી અને સલામત સ્થળે ખસેડ્યો છે.

ચિફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ જૂનાગઢના તાબા હેઠળ આવતા માંગરોળના દરિયા કાંઠે વિહરી રહેલા એક સિંહનું રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહને પાંજરામા પુરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યના પોરબંદર, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવના દરિયા કાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.

ગુજરાત હવામાન વિભાગ ડિરેક્ટર જયંત સરકારે વાયુ વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ આપતા જણાવ્યું કે, ' વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાશે નહીં પરંતુ તે ઉત્તર પશ્ચિમ તરફ જશે. 3 દિવસ માટે ગુજરાતનાં દરિયાકાંઠે પવનની ગતિ સાથે ભારેથી અતિભારે વરસાદ થશે.'



આ પણ વાંચો :  'વાયુ'ની દિશા બદલાઈ પરંતુ ખતરો હજી ટળ્યો નથી : હવામાન વિભાગ

કચ્છમાં વધુ એક ટીમ ફાળવાઈ
વાયુ વાવાઝોડાના પગલે કચ્છમાં વધુ એક એનડીઆરએફ ટીમ ફાળવવામાં આવી છે. માંડવી દરિયા કાંઠે અસર થવાની શકયતા ના પગલે આયોજન કરવામાં આવ્યું છે. માંડવી બંદર પર એનડીઆરએફ ટીમ તહેનાત કરાઈ છે. કચ્છ જિલ્લામાં ત્રણ એનડીઆરએફ ટીમ તહેનાત કરી છે. આ ત્રણે ટીમ ગાંધીધામ નલિયા બાદ માંડવી માં રહેશે. જ્યારે કંડલા બંદર ખાતે અગાઉથી એક ટીમ તહેનાત છે.

આ પણ વાંચો :  વાયુ વાવાઝોડાની અસર, 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ

ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા
દરમિયાન નવસારીના બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી ગામમાં પ્રવેશ્યા હતા. વાયુની અસરના પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાના કારણે પ્રોટેકશન વૉલ પરથી ઉછળી અને ગામમાં પ્રવેશ્યા હતા.
First published:

Tags: Mangrol, Rescue, Vayu, સિંહ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો