Home /News /porbandar /પોરબંદરનાં જંગલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, પ્રાણીઓના જીવને જોખમ

પોરબંદરનાં જંગલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, પ્રાણીઓના જીવને જોખમ

Porbandar News: જેને શાંત કરવા માટે પોરબંદર, ઉપલેટા ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી.

Porbandar News: જેને શાંત કરવા માટે પોરબંદર, ઉપલેટા ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી.

પોરબંદર: શહેરના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદરનાં જંગલ વિસ્તારનાં ખાગેશ્રી ગામ પાસ ફોરેસ્ટ એરિયામાં આગ લાગી છે. મોડી રાતે બે વાગે જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરીનો માહોલ છવાયો છે. આગ પર કાબુ મેળવવા પોરબંદર ફાયર બ્રિગેડ તેમજ ઉપલેટા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં મોડી રાતથી પોરબંદરની ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેતથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.

મોડી રાત્રે બે વાગ્યે જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેને શાંત કરવા માટે પોરબંદર, ઉપલેટા ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. જોકે, હજુ પણ અહીં આગ લાગવાનું કારણ અકબંધ છે. જંગલમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો: ફરાર દેવાયત ખવડ આઠ દિવસથી પોલીસ પકડમાં નથી આવ્યો

ચોપાટી પર મોકડ્રીલ


ત્રણેક દિવસ પહેલા પોરબંદરની ચોપાટી ખાતે નાની ઝુંપડી બનાવવામાં આવી હતી અને તેમાં આગ લગાવી એક વ્યક્તિને રેસ્કયુ કરી બચાવવામાં આવ્યો હતો. આ સાથે દરિયામાં એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો તે સમયે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ડૂબતા વ્યક્તિને બોટ વડે રેસ્કયુ કરી બચાવવામાં આવ્યો હતો. આ રીતે ત્યાં મોકડ્રીલનું આયોદન કરવામાં આવ્યુ હતુ.



આ મોકડ્રીલ જોઈને ચોપાટી ખાતે લોકો એકત્ર થઇ ગયા હતા અને ટીમની રેસ્કયુ કામગીરી નિહાળી હતી. બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરીમાં ફાયર સ્ટેશન ઓફિસર રાજીવ ગોહેલ સહિત કુલ 20 નો સ્ટાફ જોડાયો હતો અને દરેક ટીમને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ બાદ લોકોને ફાયરબ્રિગેડ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
First published:

Tags: આગ, ગુજરાત, પોરબંદર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો