પિતા પુત્રીના સંબંધને ઘણાં પ્રેમ અને સન્માનની નજરે જોવાય છે. ત્યારે પોરબંદરનો આ કિસ્સો વાંચીને તમારા પગ નીચેથી જમીન જતી રહેશે. પોરબંદરમાં એક પિતા પોતાની જ ત્રણ સગીર પુત્રી પર પાંચ વર્ષથી દુષ્કર્મ કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં રહેતા પિતાએ ત્રણ સગીર પુત્રીઓ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાય છે. આ ત્રણેવ પુત્રીઓ જુનાગઢમાં અભ્યાસ કરે છે. છેલ્લા પાંચ વર્ષથી આ નરાધમી પિતા પોતાની દીકરીઓનું શોષણ કરતો હતો. આ વાતથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકો આ પિતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે. પોલીસે આ મામલામાં આરોપી પિતાની અટકાયત કરી છે. હવે પિતા અને ત્રણ સગીર પુત્રીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે.
ભાઇએ જ અસ્થિર મગજની બહેન પર આચર્યું દુષ્કર્મ
થોડા દિવસો પહેલા તાપી જીલ્લામાં સાવકા ભાઈએ જ તેની અસ્થિર મગજ ધરાવતી બહેનને ગર્ભવતી બનાવી દીધો કિસ્સો સામે આવ્યો હતો. ચાર માસ અગાઉ તાપી જિલ્લના સોનગઢ તાલુકાના એક ગામડામાં રહેતી અસ્થિર મગજની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં પરિવારજનો લઇ ગયા હતા. ત્યારે આ યુવતીને નવ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ યુવતી સાથે કોને દુષ્કર્મ આચર્યું હશે અને આવા હવસખોર વ્યક્તિને કડક સજા થાય તે માટે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી. જે પછી યુવતીએ બાળકને જન્મ આપ્યો અને તેના ડીએનએ લેવામાં આવ્યો હતો. જેથી ખબર પડી કે તેના જ સાવકા ભાઇએ આ કૃત્ય કર્યું હતું.