Home /News /porbandar /બ્લુટૂથ બાબતે ચૂંટણી પંચે કહ્યું- અર્જુન મોઢવાડિયાની ફરિયાદમાં દમ નથી

બ્લુટૂથ બાબતે ચૂંટણી પંચે કહ્યું- અર્જુન મોઢવાડિયાની ફરિયાદમાં દમ નથી

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ઇવીએમ બ્લુટૂથ અને વાઇફાઇથી કનેક્ટ થતું હોવાની ફરિયાદ કરી હતી. મતદાન મથકમાં મોબાઇલમાં ECO 105 લખેલું આવતું હોવાથી મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ઇવીએમ બ્લુટૂથ અને વાઇફાઇથી કનેક્ટ થતું હોવાની ફરિયાદ કરી હતી. મતદાન મથકમાં મોબાઇલમાં ECO 105 લખેલું આવતું હોવાથી મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

પોરબંદરઃ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ઇવીએમ બ્લુટૂથ અને વાઇફાઇથી કનેક્ટ થતું હોવાની ફરિયાદ કરી હતી. મતદાન મથકમાં મોબાઇલમાં ECO 105 લખેલું આવતું હોવાથી મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર ઓબ્ઝર્વર એન્જિનિયર સાથે બૂથ પર ગયા હતા. ફરિયાદીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે એક પોલિંગ એજન્ટ પાસે ઇન્ટેક્સ કંપનીનું ECO 105 બ્લુટૂથ હતું. પોલીસ એજન્ટ પાસેથી ECO કંપનીનો મોબાઈલ મળ્યો હતો. આ અંગેનો રિપોર્ટ જિલ્લા ચૂંટણી અધિકારીને સોંપવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ ત્યાંના ઈવીએમ પણ ચકાસવામાં આવ્યા હતા.

મોઢવાડિયાએ પોરબંદરના બૂથ નંબર 146 શારદા મંદિર સ્કૂલમાં બ્લુટૂથ સાથે ઈવીએમ કનેક્ટ થતું હોવાની ફરિયાદ કરી હતી. તપાસ બાદ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, બૂથમાં મનોજ સિંગરખિયા નામના પોલિંગ એજન્ટ પાસે મોબાઈલ હતો. જેમાં બ્લુટૂથ હતું. આથી મોબાઇથી હેકિંગ થશે તેવું માનવાનું કોઇ કારણ નથી. પોરબંદરથી થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અંગેનો રિપોર્ટ ઇલેક્શન કમિશનને મોકલી આપવામાં આવ્યો છે.
First published:

Tags: Assembly election 2017, Election commission, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat eleciton 2017, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन