Home /News /porbandar /પોરબંદરમાં 8 હજાર લોકોએ બનાવ્યો ગાંધીજીનો ચહેરો, ડ્રોન Videoથી માણો નજારો

પોરબંદરમાં 8 હજાર લોકોએ બનાવ્યો ગાંધીજીનો ચહેરો, ડ્રોન Videoથી માણો નજારો

ભારતના રાષ્ટ્રપિતા અને પોરબંદરના પનોતાપુત્ર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીને યાદગાર બનાવવા માટે 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે

ભારતના રાષ્ટ્રપિતા અને પોરબંદરના પનોતાપુત્ર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીને યાદગાર બનાવવા માટે 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી છે

ભારતના રાષ્ટ્રપિતા અને પોરબંદરના પનોતાપુત્ર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીને યાદગાર બનાવવા માટે 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી છે. જેની નોંધ ગનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઇ છે.

પોરબંદરમાં ચોપાટીએ સ્કૂલના બાળકો તેમજ નગરજનો દ્વારા માનવસાંકળ બનાવી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગાંધીજયંતી પ્રસંગે આવ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત બાદ 8 હજાર લોકોએ પોરબંદરની ચોપાટી ખાતે માનવસાંકળથી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી ત્યાં સીએમ ઉપસ્થિત રહી લોકોને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વમાં પ્રથમવાર આ ઐતિહાસિક ગાંધી ચહેરાની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન રોટ્રી અને લિયો લાયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.

માનવસાંકળથી બનાવેલ ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિની ડ્રોન કેમેરાથી વિડીયોગ્રાફી થઇ હતી.
First published:

Tags: 150 Gandhi Jayanti, Gandhi Jayanti, Mahatma gandhi

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો