Home /News /porbandar /Porbandar Firing: પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્ત દરમિયાન I.R.Bના જવાનો વચ્ચે થયું ફાયરિંગ, બેના મોત

Porbandar Firing: પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્ત દરમિયાન I.R.Bના જવાનો વચ્ચે થયું ફાયરિંગ, બેના મોત

ચૂંટણી બંદોબસ્ત દરમિયાન થયું ફાયરિંગ

Porbandar Firing: પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે બબાલ થઈ છે. બે જવાનોનું ઘટના સ્થળેજ મોત થયું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે.

    પોરબંદર: પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે બબાલ થઈ છે. આ દરમિયાન ફાયરિંગ થતા 2 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઝઘડો થયો હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન લાવામાં આવી રહ્યું છે. બે જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે.

    ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન થયું ફાયરિંગ


    ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની છે, જેમાં બે લોકોનું મોત થયું છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં બે લોકોના મોત થયા છે.

    આ પણ વાંચો: સેક્સની આ કેવી ભૂખ? કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાયો એક વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ

    I.R.Bના જવાનો વચ્ચે થઈ હતી બબાલ


    પોરબંદરમાં I.R.Bના જવાનો વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા જ પોરબંદરમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે, ત્યારે આ મામલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. જો કે પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે.

    આ પણ વાંચો: શું નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ની નોટો ફરીથી બદલાશે?

    ફાયરિંગની ઘટનામાં બેના મોત


    મળતી વિગતો પ્રમાણે આ ફાયરિંગની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ફાયરિંગમાં ખુમન્થેમ રોહિકાંતા મેથી(ઉંમર 35)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સુરજીત લુકીન થામયા (ઉંમર - 34) અને જીતેનસિંગ ખુમમથેમ (ઉંમર - 38)ને ઈજા પહોચતા તેઓને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.

    બે તબક્કામાં ચૂંટણી યોજાશે


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Porbandar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन